Aarti Machhi, Bharuch: ફુલેવર જોવા જઈએ તો દરેક રસોડામાં, દરેક ઘરમાં ખાવાની શબજી, સલાડમાં તેનો વપરાશ થાય છે. આ મીઠાશ વાળા ફુલેવરની વાત કરીએ તો ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલા શુકલતીર્થ ગામની સીમા મોટા પ્રમાણમાં તેનુ ઉત્પાદન થાય છે.
શુકલતીર્થ ગામના ખેડૂત સરમુખભાઈ પટેલ છેલ્લા 50 વર્ષથી એટલે કે 11 વર્ષની ઉંમરથી ફુલેવરની ખેતી સાથે સંકળાયેલા છે, તેઓ ફુલેવર તેઓના ખેતરમાં છોડ ઉગાડી જાતે જ તેની વાવણી કરે છે.
ખેડૂત તેઓના ખેતરમાં 22 હજારથી વધારે ફુલેવરના છોડની વાવણી કરે છે. શરૂઆતમાં તેઓ યુરિયા અને સલ્ફેટ વાવણી સાથે જ છોડને આપી દે છે અને બે મહિના જેટલા સમયમાં એટલે કે 60 થી 65 દિવસમાં ફુલેવરનો પાક તૈયાર થઈ જાય છે.
17 હજારના ખર્ચ સામે 90 હજારથી વધુનું ઉત્પાદન
ફુલેવરની ખેતીમાં અન્ય ખેતી કરતા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સાથે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ફુલેવરની વાત કરીએ તો ખેડૂતે તેઓના એક એકરમાં 14,000ના છોડ વાવી 17,000ના ખર્ચ સામે 80 થી 90 હજાર રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ ફુલેવર 60 દિવસે તૈયાર થયા બાદ બજારમાં 20 કિલોના ભાવે 500થી વધુનો ભાવે વેચાણ કરવામાં આવે છે. દેશી ફુલેવર હોવાથી ખાવામાં મીઠાશ અને શિયાળામાં તેનો ઉત્પાદન સારું મેળવી શકાતું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ ફુલેવર પાછળ મજુરીની વાત કરીએ તો રોજના એક મજૂરને 300 રૂપિયા મજૂરી આપવામાં આવે છે.
માર્કેટના બદલે ખેડૂતના ખેતરમાં જ ફૂલેવરનો પાક વેચાઈ જાય છે
ખેડૂતને આ દેશી ફુલેવરનો છોડ 50 થી 90 પૈસામાં પડતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે ઓછા મહેનતે બમણું ઉત્પાદન મેળવતા ખેડૂતો આ દેશી ફુલેવરની ખેતી કરી સંતોષ માણી રહ્યા છે.ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલા શુકલતીર્થ ગામની સીમમાં થતા દેશી ફુલેવર માર્કેટના બદલે ખેડૂતના ખેતરમાં જ વેચાઈ જતા હોય છે. આ ફુલેવરને માર્કેટ સુધી પહોંચાડવાની ખેડૂતે મહેનત કરવી પડતી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર