રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાભર માર્કેટ યાર્ડમાં ઈન્ડી એગ્રો પ્રા.કંપની અમદાવાદ અને ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફ્ળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.
જેમાં રૂપિયા 1356ના ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તા વાળી મગફ્ળી ખરીદ કરવામાં આવે છે.
રોજની બે હજારથી પચ્ચીસો બોરી મગફ્ળીની આવક છે તેવું સંઘના મેનેજર લખુભા રાઠોડે જણાવ્યું હતું. ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવનો લાભ લેવા માટે અહીં મગફ્ળી વેંચવા માટે આવી રહ્યા છે. મગફ્ળી કેન્દ્ર પર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંચાલકો દ્વારા ચા અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.