અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ ટ્રાફ્કિ શાખા દ્વારા શનિવારે બાવળા નગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને વિજેતા વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને ટ્રાફ્કિ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફ્કિના વડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ. બી. જોગરાણાની ટીમના એએસઆઇ મહિપતસિંહ તથા બાવળા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, જયવંતભાઈ દ્વારા હજાર રહી વિદ્યાર્થીઓને ઇન્ટરસેપટર વાન દ્વારા સંચાલિત કેમેરા અંગેની માહિતી સાથે ઓવરસ્પીડ અને ટ્રાફ્કિના નિયમોનું પાલન કેવી રીતે કરવું એ અંગેની માહિતી અપાઈ હતી. આ પ્રસંગે શાળાના બંને આચાર્ય, ટ્રસ્ટીગણ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજર રહીને સાથ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્કૂલના વનિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.