Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતીએ મંદિરના પૂજારીની સંડોવણી હોવાનું નિવેદન આપ્યું હતું. આ મામલે પોલીસે પૂજારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે અને પૂજારીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.
યુવતીએ નિવેદન બાદ શરૂ થઈ કાર્યવાહી
ઉમરેઠના રામ તળાવ પાસે શનિવારે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા મૃત શિશુનો કબજો મેળવ્યો હતો અને પોલીસે વઘુ તપાસ હાથ ધરી હતી. યુવતીની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારજનો વર્ષોથી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં કામકાજ કરતા હતા અને મંદિરનો પૂજારી રોજ બપોરે યુવતીને જમવાનું આપવા બોલાવતો હતો અને ધાબેથી ખાવાનું લઈ જવાની બૂમો પાડતો હતો. યુવતી જમવાનું લેવા જતી હતી. તે દરમિયાન મંદિરના પૂજારી કાંતિ વાઘેલા યુવતીની એકલતાનો લાભ લઇને રસોડામાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો.
આ પણ વાંચોઃ મા કાર્ડનો લાભ ખાટવા ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને પૂછ્યા વિના જ સ્ટેન્ટ મૂકી દીધા, બેના મોત
પૂજારી કાંતિ વાઘેલા એક વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. પૂજારીએ આ બાબત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કુકર્મથી યુવતીને ગર્ભ રહી ગયો હતો અને યુવતીએ મૃત નવજાત શિશુને જન્મ આપ્યો હતો. બાદમાં યુવતીએ શહેરના રામ તળાવ પાસે શિશુને ત્યજી દીધું હતું. યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
સમગ્ર બાબતની પોલીસની જાણ થતાં પોલીસે યુવતીની પૂછપરછ કરી હતી. જેમાં ઉમરેઠ પીએસઆઈ પાવલા અને તેમની ટીમ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે પહોંચી હતી. પોલીસ અને મામલતદાર સામે યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં યુવતીએ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ વાઘેલાનું નામ આપ્યું હતું. યુવતીની માતાને ઉમરેઠ પોલીસ મથકમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપી કાંતિ વાઘેલાની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પૂજારીનું ડીએનએ સેમ્પલ લઈને મૃત બાળકના ડીએનએ સાથે સરખાણી કરવામાં આવશે.
ઘટનાને પગલે આણંદ જિલ્લાના દેવીપૂજક સમાજની બેઠક મળશે
ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટના સંદર્ભે ઉમરેઠ સહિત આણંદ જિલ્લાના દેવીપૂજકોમાં રોષની લાગણીઓ ફેલાઈ છે. આજે ઉમરેઠના ઓડ ચોક પાસે દેવીપૂજકો એકત્ર થયા હતા. મળતી માહિતી મુજબ દેવીપૂજકોનું કહેવું છે કે, હજુ આ પ્રકરણમાં કંઈક કાચું કપાઈ રહ્યું છે જે ડીએનએ ટેસ્ટ બાદ ખબર પડશે પરંતુ, હજુ પણ આ ઘટનામાં બીજા કોઈની સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે જે પોલીસ કાર્યવાહી પછી ખબર પડશે. બે-ચાર દિવસમાં સમગ્ર આણંદ જિલ્લાના દેવીપૂજકોની મોટી બેઠક ઉમરેઠ ખાતે યોજાવાની છે. તેમાં આ ઘટના અંગે નિર્ણય લેવામાં આવશે અને પછી ચર્ચા થશે તે મુજબ કામગીરી કરવામાં આવશે.
પૂજારી થામણા ચોકડીએ સંતાઈ ગયો હતો
ઉમરેઠની ઘટનાનો આરોપી કાંતિ વાઘેલા ગઈકાલે સંતાઈને મંદિરમાંથી નીકળીને ચાલતો ચાલતો લાલ દરવાજે થઈને થામણા ચોકડી પહોંચ્યો હતો, જ્યાં તેના બે ભત્રીજાઓ હાજર હતા અને તે ધાબળો ઓઢીને સંતાઈ ગયો હતો. આ દરમિયા કોઈકની નજર પડતા તેને પકડીને ફરી મંદિર લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે મંદિર બંધ કરીને અંદર પૂરાઈ ગયો હતો.