Bank of India defrauded of Rs. 2.20 crore, girl stabbed to death with 12 sharp weapons | સુરત ક્રાઇમ ન્યૂઝ: બેંક ઓફ ઇન્ડિયા સાથે 2.20 કરોડની છેતરપિંડી, યુવતીની તિક્ષ્ણ હથિયારના 12 ઘા મારી હત્યા – Surat News

    0
    20

    સુરત શહેરના ચૌટાબજાર મેઈન રોડ ઉપર આવેલી બેંક ઓફ ઇન્ડિયા શાખામાં કરોડો રૂપિયાની ભારે છેતરપિંડીના પ્રકરણનો પર્દાફાશ થયો છે. આનંદ ઇમ્પેક્ષ નામની કંપનીના માલિક દસાની દંપતી અને વેસુ ખાતે આવેલી ઍક્સિસ બેન્કના ઓથોરાઇઝ્ડ ઓફિસર મળીને બેંકને 2.20 કરોડના ફ્રોડમ

    .

    ચૌટાપુલ પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા દિપશિખા રજત રાકેશ ભટનાગર (ઘોડદોડ રોડ પર બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટાફ ક્વાર્ટર્સ) એ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આનંદ ઇમ્પેક્ષના પ્રોપ્રાયટર અને કડોદરા રોડ, કુંભારીયા, પુણા નજીકના સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા ઉત્તમકુમાર મનોહરલાલ દસાની તથા તેમની પત્ની સીધ્ધી ઉતમ દસાની અને વેસુના વી.આઈ.પી. રોડ ઉપર વાઈટ હાઉસ બિલ્ડિંગમાં આવેલી એક્સીસ બેંકના અધિકારી રાહુલ ભીખાભાઈ પટેલે મળીને બેન્ક સાથે છેતરપિંડી આચરી છે.

    ફરિયાદ મુજબ, ગત વર્ષના 25 જુલાઈ 2023ના રોજ આરોપી ઉત્તમ દસાની બેન્ક ઓફ ઇન્ડિયાની ચૌટાપુલ શાખામાં પહોંચી આવ્યા હતા. ત્યાં તેમણે મેનેજર મયંક પ્રભુને મળીને જણાવ્યું કે, તેમના પર વેસુ ખાતે આવેલી એક્સિસ બેન્કમાં રૂ. 2.20 કરોડની લોન ચાલી રહી છે, પરંતુ એ લોન પર વ્યાજનો દર ઊંચો હોવાથી તેઓ ઇચ્છે છે કે આ લોન બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી ટેક ઓવર થાય અને ત્યાથી ઓછા વ્યાજ દરે નવી લોન મંજુર થાય.આ વાતચીત બાદ મેનેજરે તેમનું પ્રપોઝલ આગળ વધાર્યું અને ઉત્તમ દસાની પાસે તેમની પત્ની સીધ્ધી દસાનીના નામે ચાલતી કંપની શ્રી આનંદ ઇમ્પેક્ષના દસ્તાવેજો માંગ્યાં. આરોપીઓએ લોન ટેક ઓવર પ્રક્રિયા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જોકે ત્યારબાદ બેન્ક દ્વારા ચુકવણી થઇ જતાં અને વધુ તપાસમાં ખાતરી થતા ખુલ્યું કે આ દસ્તાવેજો ખોટા છે અને ઍક્સીસ બેન્કના અધિકારી રાહુલ પટેલે પણ આમાં સાથ આપ્યો છે.

    અથવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું કે, ત્રણે આરોપીઓએ મળીને બેંકના વિશ્વાસને દગો આપ્યો છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને 2.20 કરોડની લોન મેળવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ત્રણે આરોપીઓની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઇ શખ્સો સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ જોરશોરથી ચાલી રહી છે.

    યુવતીની તિક્ષ્ણ હથિયારના 12 ઘા મારી હત્યા સુરત શહેરમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. સચીન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં આવેલા ગભેણી રામેશ્વર કોલોની પાસે એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મહિલાની હત્યા તિક્ષ્ણ હથિયારના કૂલ 12 ઘા મારી હત્યા થઈ છે. હજુ સુધી આ મહિલાની ઓળખ પડી શકી નથી. મહિલાની ઉમર અંદાજે 30 થી 35 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવ સ્થળે હાજર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ હત્યા 7 મેની રાત અને 8 મેની સવારે મોડીરાતે ક્યાંક વખતમાં અંજામ અપાયો હોવાનું પ્રાથમિક અંદાજ છે.

    ગભેણી વિસ્તારમાં આવેલી કલરટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડે સવારે ફરજ દરમિયાન એક શંકાસ્પદ લાશ જોવા મળી હતી. ગાર્ડે તરત જ આ બાબત કંપનીના મેનેજરને જાણ કરી, જેના પગલે મેનેજરે તાત્કાલિક સચીન જીઆઇડીસી પોલીસને માહિતી આપી હતી. જેથી તુરંત પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો અને લાશની તપાસ શરૂ કરી.મહિલાની ઓળખ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. શરુઆતની તફતીષમાં એ વાત સામે આવી છે કે મહિલાની હત્યા અત્યંત ક્રૂર રીતે તીખા હથિયાર વડે કરવામાં આવી છે અને તેના શરીર પર ઘા ના નિશાન સ્પષ્ટ દેખાય છે. પહેરવેશ અને શારીરિક બનાવને ધ્યાનમાં લેતાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા બિહાર રાજ્યની હોવાનું લાગી રહ્યું છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here