પાલનપુર આબુ હાઇવે સાઇબાબા મંદિર નજીક રખડતા પશુને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાન તરફ આવતા ટ્રક ચાલકે પશુને બચાવા જતાં ટ્રક પલ્ટી મારી ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રક પલ્ટી મારતા ટ્રક ચાલાક અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું.
બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થ ખસેડવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. તો સાથે જ અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનું કહી શકાય કે ઘટના સ્થળે પહોંચીને પાલનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.
વલસાડમાં પણ અકસ્માતની ઘટના સામે આવી
મહત્વનું કહી શકાય કે ગઇકાલે મોડી રાત્રે વલસાડમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં વલસાડમાં ગણેશજીના દર્શન કરી ઘરના આંગણે પહોંચેલી મહિલાને કાળ ભરખી ગયો હતો. જેમાં કાર ચાલકે 2 મોપેડને અડફેટે લેતા, 2 મહિલાઓને ઇજા પોહચી હતી. સાથે જ એક મહિલાનું મોત થયું હતું.
ગઇકાલે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો
વલસાડના રાજનનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં 2 મહિલાને ઇજા પહોંચી હતી તો 1 મહિલાનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના બનાવ બાદ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.