- ગેસની પાઇપ લાઇન લીકેજ થતા ગેસ ગળતર
- પાલનપુરની માલણ ડમ્પીંગ સાઈટનો બનાવ
- જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો સિવિલમાં
પાલનપુરની માલણ ડમ્પીંગ સાઈટ નજીક ગેસ ગળતરની ઘટનાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગેસ ગળતરને કારણે 90થી વધુ લોકોને અસર થઈ હતી જેમાંથી 1 શખ્સને ગેસ ગળતારની ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ અસરગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી 90 લોકો હાલ પ્રાથમિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તો 1 અસરગ્રસ્તને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના ગેસ કટરને લીધે સર્જાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો પાલનપુર સિવિલ દોડી આવ્યો હતો. હાલ, અસર ગ્રસ્ત લોકોને પાલનપુર સિવિલ સહીત સ્થળ પર આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો, ગેસ ગળતરનું કારણ જાણવા એસપી, કલેકટર સહીત GPCBની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. GPCBની ટીમ રાત્રી દરમ્યાન ગેસ ગળતરનું કારણ શોધવા તપાસ કરી રહી છે.