Banaskantha: થરાદમાંથી 2.30 લાખનું હેરોઈન ઝડપાયુ, 2 શખ્સની કરાઈ ધરપકડ

0
3

બનાસકાંઠાના થરાદમાંથી હેરોઈન ઝડપાયુ છે. થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી હેરોઈન સાથે 2 શખ્સ ઝડપાયા છે. ચેકપોસ્ટ પરથી બાઈક પર સવાર થઈને બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા ઝડપાયા છે. થરાદ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન શંકર અજમલભાઈ રાજપૂત અને ગણેશ બલદેવભાઈ પ્રજાપતિને 23 ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 2.30 લાખની કિંમતના હેરોઈન સહિત 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી 2.12 કિલો હેરોઈન સાથે ફિલિપાઈન્સની મહિલાની ધરપકડ

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ડ્રગ્સની હેરફેરીમાં અનેકવાર આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી ચૂક્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી NCBએ હેરોઈન ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી NCBએ 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝના જથ્થા સાથે ફિલીપાઈન્સની એક મહિલાને ઝડપી પાડી હતી. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ વિંગ દ્વારા 41 વર્ષીય મહિલા જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી.

NCBને મળી મોટી સફળતા

રાત્રીના સમયે મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી રહી હતી અને NCBને મળેલી બાતમીના આધારે મહિલાને કોર્ડન કરીને તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમાંથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્ઝનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનો હતો. ફિલીપાઈન્સની મહિલાની ધરપકડ થતાંની સાથે જ ઈન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટની કમર તોડી પાડવામાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને સફળતા મળી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here