જામનગર: જામનગર જિલ્લામાં ખેડૂતો ચિકોરીનું વાવેતર કરી સારી એવી ઉપજ મેળવી રહ્યાં છે. ચિકોરીનો પાક ખૂબ પિયત માંગી લેતો હોય ઉપરાંત ઉત્પાદન પણ ધીમું થતું હોય છે. અંદાજે વિઘે 80 થી 100 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે અને તેના ભાવ 400 રૂપિયાથી 700 રૂપિયા સુધી બોલાતા હોય છે.
જામનગર જિલ્લાના પાણીદાર ગામડાઓ જેને કહેવામાં આવે છે તેવા વસઈ, આમરા, બેડ, જીવાપર, દોઢિયા, મોડપર, નારણપર સહિતના ગામોના ખેડૂતો ચિકોરીનું ઉત્પાદન કરે છે. જામનગર જિલ્લાના દાળિયા ગામે બાબુભાઈ મકવાણા નામના ખેડૂત છેલ્લા ત્રણ પેઢીથી ચિકોરીનું વાવેતર કરે છે. હાલ તેઓએ 6 વિઘા ચિકોરીનું વાવેતર કર્યું છે. તેઓએ જણાવ્યું કે, ચિકોરીને પાણી ખૂબ વધુ જોઈએ છે.
ચિકોરીના પાકે 16 પિયત જોઈએ
આ ઉપરાંત દિવાળી પહેલાં તેનું વાવેતર થઈ જાય તે આવકારદાયક છે. પાંચ માસે તૈયાર થતો આ ચિકોરીનો પાક અંદાજે 16 જેટલું પિયત આપવું પડે છે. એક તો ખૂબ પુષ્કળ પાણી અને ચિકોરીના પાળા કરી બીજ રોપવામાં આવતા હોવાની મથામણવાળી ખેતીની પદ્ધતિને લઈ ઘણા ખેડૂતો આ પાકનું વાવેતર કરતાં નથી. બીજું કે સૌરાષ્ટ્રના યાર્ડમાં ચિકોરીના પાકની હરાજી પણ ન થતી હોવાથી જામનગરમાં માત્ર પાંચથી સાત જ વેપારીઓ ખેડૂતો પાસેથી ચિકોરીની ખરીદી કરે છે. આથી મૂળ ભાવ કરતાં ઓછા ભાવે વેચવા પણ ખેડૂતો મજબૂર બને છે.
આ પણ વાંચો:
ઉનાળામાં આ 5 જાતના તલનું કરજો વાવેતર, થશે બમ્પર ઉત્પાદન
આવી રીતે જાય છે વાવેતર
ચિકોરીની સીઝન ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચાલુ થાય છે. રોપણ કરતી વખતે છોડ એક બીજાથી 15 થી 20 સેન્ટિમીટરના અંતરે અને લાઈનસર વાવવામાં આવે છે. આવી બે લાઈન વચ્ચે બેથી ત્રણ ફૂટની જગ્યા રાખવામાં આવે છે. વધુમાં જ્યાં જમીન ભેજવાળી ઉપરાંત જ્યાં પાણી નિતારવાળી તેમજ કુદરતી દ્રવ્યોથી ભરપૂર હોય તેવી જમીન ચિકોરીને પસંદ આવે છે. વધુમાં દર અઠવાડિયે બે-ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોય એટલું મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે. ખાસ ચિકોરીની રોપણી ઠંડા વિસ્તારમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો:
આ તકનીકથી ફળના છોડની પ્રજાતિ બદલી શકાય, બમ્પર થાય છે ઉત્પાદન
ચિકોરી કોફોની વિકલ્પ છે
ત્યારબાદ રોપથીના એકાદ મહિના પછી તેને નાઈટ્રોજનનો પાયો ધરાવતું ખાતર આપવામાં આવે છે. મહત્વનું છે કે ચિકોરીના બીજ છાપરાવાળી જગ્યાએ રોપવામાં આવે છે. જમીનમાં અડધા ઇંચ ઊંડા રોપવામાં આવે છે. જ્યાં પાંચથી છ અઠવાડિયા સુધી ઉછેર્યા બાદ ખેતરમાં રોપણી કરાઈ છે. જ્યાં જરૂરી માવજત અને પુષ્કળ પાણી પછી 75થી 85 દિવસે તેની લણણી કરી લેવામાં આવે છે. ચિકોરીને મૂળ કોફીના વિકલ્પ તરીકે વધારે ઉપયોગી હોય છે. કોફીમાં ઉપયોગ ઉપરાંત દવા બનાવવામાં પણ ચિકોરી વપરાતી હોવાની માહિતી મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર