“શ્રીલંકાએ ભારતને પછાડી દીધું છે”- આ શબ્દો ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડોમિનિક કોર્કના છે. મંગળવારે એશિયા કપ 2023 ના સુપર 4 સ્ટેજમાં શ્રીલંકાનો દુનિથ વેલ્લાલગે (Dunith Wellalage) ભારતીય બેટિંગ સામે વેબ સ્પિન કરવામાં સફળ રહ્યો હતો. એશિયા કપના મેચ દરમિયાન વરસાદ શરૂ થઇ ગયો હતો અને આ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હંફાવ્યાના 24 કલાકથી પણ ઓછા સમય બાદ ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે શરૂઆત કરી હતી. જોકે, માત્ર શરૂઆત જ સારી હતી.
દુનિથ વેલ્લાલગેએ ભારતનાં 5 સૌથી મોટા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે.
આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના અનુભવી સુકાની રોહિતે 10 હજાર રન પૂરા કર્યા હતા. તે શ્રીલંકા સામે પોતાની ધમાકેદાર ઇનિંગ રમવાની તૈયારીમાં હતો. શુભમન ગિલના સપોર્ટથી રોહિતે ઇનિંગ્સની પ્રથમ 11 ઓવરમાં ટીમ ઇન્ડિયાને 80-0થી આગળ કરી દીધી હતી. આ શાનદાર શરૂઆત જોતા જ ટીમ ઈન્ડિયા ફરી વિશાળ સ્કોર નોંધાવશે તેવી આશા ક્રિકેટના ચાહકોને હતી. પરંતુ શ્રીલંકાના ઉભરતા સ્ટાર ખેલાડી વેલાલેજે આશા પર પાણી ફેરવી દીધું છે.\
પલટી દીધી બાજી
11મી ઓવરમાં મેદાને ઉતરેલા વેલ્લાલગે તેના મેચ ચેન્જિંગ સ્પેલના પહેલા જ બોલ પર ગિલને 19 રને આઉટ કર્યો હતો. પાકિસ્તાન સામે રેકોર્ડ બ્રેકિંગ ઈનિંગ રમનારા કોહલીને 14મી ઓવરમાં પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો.
Dunith Wellalage Took Wickets of Virat Kohli, Rohit Sharma, Shubman Gill and Lokesh Rahul
ડ્રિંક્સ બ્રેક બાદ તેણે જેકપોટ વિકેટ ઝડપી હતી. દુનિથ વેલ્લાલગેએ 16મી ઓવરમાં રોહિતને આઉટ કરીને ભારત સામે મુશ્કેલી ઊભી કરી હતી. 80 રને એક પણ વિકેટ પડી નહોતી. પણ 93 રન સુધીમાં ત્રણ વિકેટો પડી હતી. દુનિથ વેલ્લાલગે મેડન ફેંકીને 3 ઓવરમાં માત્ર 4 રન આપ્યા અને ત્રણ વિકેટ ઝડપતા ભારત બેકફૂટ પર આવી ગયું હતું. ત્યારબદ અટેકમાં પરત આવેલ વેલાગેએ 30મી ઓવરમાં કેએલ રાહુલને 39 રને આઉટ કર્યો હતો. પોતાની બોલિંગનાં છેલ્લા બોલે એટલે કે 9.5 ઓવર્સ નાખ્યા બાદ તેણે હાર્દિક પંડયાને પેવેલિયન ભેગો મોકલી દીધો હતો અને કુલ 5 વિકેટ પૂરી કરી હતી.
કોણ છે દુનિથ વેલ્લાલગે?
જ્યારે ભારતે 2002માં શ્રીલંકા સાથે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારે વેલાલેજનો જન્મ પણ થયો ન હતો. તે 1996ના વર્લ્ડ ચેમ્પિયન માટે 13મી એક દિવસીય આંતરરાષ્ટ્રીય (વનડે) મેચમાં તેની બોલિંગના કારણે હેડલાઇન્સમાં આવ્યો હતો. દુનિથ વેલ્લાલગેનો જન્મ 9 જાન્યુઆરી, 2003માં કોલંબોમાં થયો છે. ડાબોડી ઓર્થોડોક્સ બોલરે 2022 માં પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શરૂઆત કરી હતી. વેલાલેજે પોતાની કારકિર્દીમાં શ્રીલંકા (પાકિસ્તાન વિરુદ્ધ) તરફથી માત્ર એક જ ટેસ્ટ રમી છે.
આ પણ વાંચો:
ગોલમાલ છે ભાઈ! બે જ મેચમાં ફરીથી કેવી રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો ખેલાડી? Worldcup 2023 પહેલા બુમરાહ જેવુ ન થાય
તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રીલંકા માટે 16 વિકેટ ઝડપી છે. વેલ્લાલગે અગાઉના અંડર-19 વર્લ્ડ કપમાં શ્રીલંકા અંડર-19 ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેણે સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ ઝડપીને પોતાના કેમ્પેઇનની શરૂઆત કરી હતી. શ્રીલંકાનો આ યુવા ખેલાડી અંડર-19 વર્લ્ડ કપમાં ટોચના પ્રદર્શન કરનારા ખેલાડીઓ પૈકી એક રહ્યો હતો. ICC ઇવેન્ટમાં તેણે શ્રીલંકા માટે 17 વિકેટ્સ લીધી છે. ડુનિથે 264 રન ફટકારીને ટૂર્નામેન્ટમાં શ્રીલંકાના ટોપ સ્કોરર તરીકે સ્થાન મેળવ્યું હતું. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારી હતી.
કોહલીએ ધોની-દ્રવિડને તો ક્યાંય પાછળ છોડી દીધા, હવે સચિનનો વારો
આ યુવા ખેલાડીએ 113 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને અંડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે 1/29ના ફિગર સાથે કમબેક કરતા તેણે તેના સ્ટોકમાં વધારો કર્યો છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ માટે સ્ટેન્ડ બાય પ્લેયર્સ તરીકે શ્રીલંકાની ટીમમાં જોડાનારા ત્રણ ખેલાડીઓમાં ડુનિથ વેલાલેજ પણ સામેલ હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર