વિરાટ કોહલી અને કે.એલ. રાહુલની શાનદાર સદીના કારણે ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું છે. પાકિસ્તાનની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. ભારત સામેની હાર બાદ પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા ઓછી છે. જોકે, ભારતની આગામી મેચ તેને ફાઇનલમાં પ્રવેશ અપાવી શકે છે.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે તોતિંગ સ્કોર બનાવ્યો હતો. કે.એલ. રાહુલ અને કોહલીએ રેકોર્ડ બ્રેકિંગ ભાગીદારી નોંધાવી હતી. કોહલી અને રાહુલે અણનમ સદી બનાવી હતી. આ મેચમાં પાકિસ્તાન 228 રનથી હાર્યું હતું.
આ મેચમાં ભારતે 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના સામે પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનની 8 વિકેટ પડી હતી. હરિસ રાઉફ અને નાસિમ શાહ ઇજાગ્રસ્ત હોવાથી બેટિંગ કરવા આવ્યા ન હતા. ભારત તરફથી સ્પિનર કુલદીપ યાદવે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે 25 રન આપી 5 વિકેટ લીધી હતી. પાકિસ્તાન સામે જંગી લીડથી વિજય થયા બાદ હવે ભારત એશિયા કપના સુપર 4માં ટોચના ક્રમે પહોંચી ગયું છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ રમાઈ છે.
ભારત સામે રમતા પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે સુપર 4 તબક્કમાં પાકિસ્તાનને એક મેચ રમવાની બાકી છે. આ મેચ શ્રીલંકા સામે રહેશે. સુપર 4માં પાકિસ્તાન શ્રીલંકાથી પાછળ છે. બીજી તરફ બાંગ્લાદેશ પહેલા બે સ્થાન મેળવવાની રેસમાંથી બહાર થઈ ગયું છે.
પાકિસ્તાનને કઈ રીતે મદદ કરી શકે ભારત?
આજે શ્રીલંકા સામે વિજય થશે તો ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલમાં રમવાનું પ્રબળ દાવેદાર બનશે. સુપર 4 પોઇન્ટ ટેબલ મુજબ શ્રીલંકા (+0.420)ની નેટ રનરેટ પાકિસ્તાન (-1.892) કરતા ઘણી સારી છે.
ટૂર્નામેન્ટની રેસમાં રહેવા માટે પાકિસ્તાને તેની અંતિમ સુપર 4 મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો ભારત તેની બાકીની શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની મેચ જીતી જાય, તો ટીમ ઇન્ડિયા સુપર 4 સ્ટેન્ડિંગમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરશે.
કોહલીએ ધોની-દ્રવિડને તો ક્યાંય પાછળ છોડી દીધા, હવે સચિનનો વારો
બીજી તરફ શ્રીલંકા સુપર સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનને હરાવે તો તે એશિયા કપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. આવી સ્થિતિમાં જો ભારત બાંગ્લાદેશ સામે હારી જાય તો પાકિસ્તાનને પ્રવેશનો ચાન્સ મળશે. બીજી તરફ આજે ભારત શ્રીલંકાને હરાવે તો પાકિસ્તાન પાસે ફાઈનલમાં ક્વોલિફાય થવાની વધુ સારી તક રહેશે. આ રીતે નેટ રનરેટની જરૂર નહીં પડે અને પાકિસ્તાન ફાઈનલીસ્ટ માટે શ્રીલંકા આડકતરી રીતે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર