એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું હતું. વર્ષ 2000ની ટ્રાય સિરીઝની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 54 રનમાં ઓલ આઉટ કર્યું હતું. હવે 23 વર્ષ બાદ ભારતે એશિયા કપના ફાઇનલમાં તે બદલો લીધો છે. ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં પેવેલિયન ભેગુ કરી દીધું હતું. માત્ર 2.20 કલાકમાં જ ભારતે એશિયા કપની ફાઇનલ કબજે કરી હતી. એશિયા કપની ફાઇનલમાં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) ગુસ્સામાં છે.
એશિયા કપમાં શ્રીલંકાની ટીમે દાસુન શનાકાની કેપ્ટન્સીમાં શાનદાર દેખાવ કર્યો હતો. સુપર 4 મુકાબલામાં શ્રીલંકાએ ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હતી. ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને શ્રીલંકા ફાઇનલ સુધી પહોંચ્યું હતું. આ સાથે ભારત સામે ટોસ જીતી શ્રીલંકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય તેના માટે ઘાતક સાબિત થયો હતો. ભારતીય પેસ એટેક શરૂઆતથી જ શ્રીલંકા પર હાવી થઈ ગયો હતો. શ્રીલંકાની વિકેટો ટપોટપ પડવા લાગી હતી. મોહમ્મદ સીરાજે 21 રન આપી 6 વિકેટો લીધી હતી. તે એકલો જ શ્રીલંકાની અડધી ટીમને આઉટ કરી ચૂક્યો હતો. આખી ટીમ માત્ર 50 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારત સામે શરમજનક હાર બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા હવે વર્લ્ડ કપને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમણે ત્રણ એવા બેટ્સમેન પર ભરોસો વ્યક્ત કર્યો છે જે ભારતીય મેદાનોમાં સારી બેટિંગ કરશે.
આ પણ વાંચો:
WORLD CUP પહેલા જ મળી ગઇ કેપ્ટન્સી, પાકિસ્તાન સામેની સદી કામ લાગી ગઇ, ગુજ્જુ ખેલાડી કરશે સપોર્ટ
અમારા માટે મુશ્કેલ દિવસ હતો
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પરાજય મળ્યા બાદ કહ્યું હતું કે, સીરાજે શાનદાર બોલિંગ કરી હતી. મને એમ હતું કે, આ બેટ્સમેન માટેની પીચ છે. જોકે, વાદળ છવાયેલા હોવાથી બાજી પલટાઈ ગઈ હતી. અમારા માટે મુશ્કેલ દિવસ હતો. અમે અમારી ટેકનિકને મજબૂત બનાવી શક્યા હોત. બેટ્સમેનોને સેટ થઇ શક્યા હોત અને બાદમાં તાકાત દેખાડી શક્યા હોત. જે રીતે સદીરા અને કુસલ સ્પિન સામે બેટિંગ કરતા હતા, તેવી જ રીતે અસલાંકાએ પણ બેટિંગ કરી હતી. આ ત્રણેય ભારતમાં રન બનાવશે.
વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો
તેણે વધુમાં કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તે અમે જાણીએ છીએ. અમે સારી સારી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હતા. જે પ્લસ પોઇન્ટ છે. ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન ચાલુ રાખશે. હું મેચ જોવા મોટી સંખ્યામાં આવેલા સમર્થકોનો આભાર માનું છું અને તેમને નિરાશ કર્યા હોવાથી માફી પણ માંગું છું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર