Ashadhi Beej & Siddhi Yoga Tomorrow | આવતીકાલે અષાઢી બીજ અને સિદ્ઘિ યોગનો દુર્લભ સંયોગ: વાસ્તુપૂજન-ગૃહ પ્રવેશ માટે સવારે 11:20 સુધીનો સમય શુભ; જાણો કઈ વસ્તુની ખરીદી કરવી કે ન કરવી

    0
    6

    1 કલાક પેહલા

    • કૉપી લિંક

    ગઈકાલ એટલે કે 25 જૂને સાંજે 4.02 વાગ્યાથી અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ સુદ એકમની તિથિ આજે (26 જૂન) બપોરે 1.26 વાગ્યા સુધી રહેશે. પછીથી બીજ બેસી જશે, જે 27 તારીખ સુધી રહેશે અને આવતીકાલે ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે 148મી રથયાત્રા નીકળશે.

    અષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ અષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અષાઢી ગુપ્ત નોરતાંને ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે અને ગુપ્ત નવરાત્રિમાં આત્મબળ, ઊર્જાની પ્રાપ્તિ માટે દેવીની મહાવિદ્યાની સાધના કરવાનું માહાત્મ્ય રહેલું છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં ચાર નવરાત્રિનું વિશેષ વર્ણન છે, જેમાં ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રિ, આસો માસમાં આવતી શારદીય (આસો) નવરાત્રિ તેમજ માઘ અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. શક્તિ એટલે ઊર્જા આત્મબળ અને એ જ ઊર્જા અને આત્મબળની પ્રાપ્તિ દેવીસાધના વિના શક્ય નથી. આ નવરાત્રિ પર્વમાં કૂળદેવી, ચામુંડા માતાજી કે ગાયત્રી માતાજીનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ નવરાત્રિમાં સવા લાખ મંત્રનું અનુષ્ઠાન કરાય છે. ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ, દેવી અથર્વશીર્ષના પાઠ પણ કરે છે.

    દુર્લભ સંયોગમાં ઉજવાશે અષાઢી બીજ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે આવતી કાલે દુર્લભ સંયોગમાં અષાઢી બીજ ઉજવાશે. આ દિવસે તમામ શુભ કાર્ય કરવા માટેનું વણજોયું કે વણમાગ્યું મુહૂર્ત કહેવાય છે. અષાઢી બીજે સિદ્ધિ યોગ પણ છે, જે અપ્રાપ્ય અને દુર્લભ ગણાવી શકાય. આવા દિવસે વાસ્તુપૂજન, ગ્રહપ્રવેશ, નવી ઑફિસનું ઉદ્ઘાટન, નવા કરારો, જમીન મકાન-મિલકતના સોદા કે મહત્ત્વની અન્ય ખરીદી (ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે) કરવાનું મહત્ત્વ રહેલું છે. આવા શુભ દિવસે કરેલાં કાર્યોથી વૃદ્ધિ થાય છે અને કાર્યો નિર્વિઘ્ન સંપન્ન થાય છે. 27મીએ અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળશે. આ દિવસે કૃષ્ણ પરમાત્માના મંત્ર સિદ્ધ કરી શકાય છે અને હળધર શ્રીબળદેવજીના મંત્ર પણ સિદ્ધ કરી શકાય છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here