અંકલેશ્વર-વાલિયાને જોડતા સ્ટેટ હાઇવેનું સમારકામ વાહનચાલકોને મળશે રાહત અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના કારણે વાહનચાલકોને રાહત મળવાની સંભાવના છે..
ચોમાસામાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા. જેના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થતાં હવે સમગ્ર જિલ્લાના વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે માર્ગ પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.