- અંકલેશ્વરમાં PM ની વર્ચુઅલી ઉપસ્થિતિમાં
- 5 સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં
- મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી 42 લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત ક્કરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનક્ર અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતી દીદી કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.
લખપતી દીદી અભિયાન અંતર્ગત સફ્ળતા મેળવનાર 5 જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી 42 લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફ્ંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફ્ંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફ્ંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફ્ંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ ફળવણીના વગેરે મળી 2 કરોડ 12 લાખ સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્ર્રી,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ,અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ અને અંકલેશ્વર તાલુકા પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિત આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.