- અંકલેશ્વર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો
- કારનું પતરું કાપી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી
- અંકલેશ્વર હાઇવે પર બે વાહનો વચ્ચે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર નજીક હાઇવે પર પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક સુરતથી વડોદરા તરફ્ જઈ રહેલી કાર આગળ જતા વાહન સાથે ભટકાયા બાદ પાછળથી ટેન્કર ઘુસી જતા કાર સેન્ટવીચ બની ગઇ હતી. જેમાં ચાલકનું મોત નિપજ્યુ હતું.
બનાવની વિગત મુજબ અંકલેશ્વર નજીક હાઇવે પર પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક ત્રમ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યા કાર ચાલકનું કારમાંજ કરુણ મોત નિપજ્યુ હતુ. કાર બે વાહન વચ્ચે ચીબ્બો થઇ જતા કારનું પતરૂ કાપી મૃતદેહને બહાર કાઢવીની ફરજ પડી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ્ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફ્કિ જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કારચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે