- સતત ત્રીજા દિવસે ટ્રાફ્કિ જામ થતાં અનેક વાહનચાલકો કાળઝાળ ગરમીમાં શેકાયા
- રાજપીપળા ચોકડી નજીક GIDC વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરાતાં ત્રણ દિવસથી સર્જાયેલી સમસ્યા
- નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાથી સુરત તરફ્ જતાં ટ્રેક પર અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફ્કિ જામ થયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફ્રી એકવાર ભારે ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી પર સતત ત્રીજા દિવસે ટ્રાફ્કિ જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે પર આવેલ રાજપીપળા ચોકડી નજીક GIDC વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
જેથી હવે અહીનો ટ્રાફ્કિ અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ્ વળ્યો છે, જેના કારણે અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાથી સુરત તરફ્ જતાં ટ્રેક પર અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફ્કિ જામ થયો હતો. તો બીજી તરફ્, અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફ્કિ જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
એક તરફ્ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ્ ટ્રાફ્કિ જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વારંવાર થતાં ટ્રાફ્કિ જામને પહોચી વળવા ટ્રાફ્કિ પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
તો હાલ રાજપીપલા ચોકડી વાળા માર્ગના મરમતની કામગીરી શરૂ હોય જેને લઇને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ્ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઉભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફ્કિ જામમાં તબદીલ થવામાં મીનીટો જ લાગે છે. ONGC ઓવરબ્રિજ શરૂ થતા હવે વાહન ચાલકો ઓએનજીસી ઓવરબ્રિજનો વપરાશ કરી રહ્યા છે. પરંતુ પીરામણ ગામનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી વાહન ચાલકો તે માર્ગ નો ઉપયોગ જરૂરિયાત સિવાય કરવાનું ટાળી રહ્યા છે.