- વમલેશ્વર ગામથી યાત્રા યોજાઈ
- યાત્રામાં યુવાનો અને બાળકો પણ જોડાયાં
- ગામના વમળનાથ મહાદેવ મંદિરથી પાણી કાવડમાં ભરીને હરિહર મહાદેવ મંદિરે પાણીનું અભિષેક કરવામાં આવ્યો હતો
અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામે હરિહર મહાદેવ મંદિરથી શ્રાવણ માસમાં પગપાળા કાવડયાત્રા શનિવારે રાત્રે નિકળી વમલેશ્વર ગામના વમળનાથ મહાદેવ મંદિરથી પાણી કાવડમાં ભરીને હરિહર મહાદેવ મંદિરે પાણીનું અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં હરિપુરા ગામના 21 કાવરીયા જોડાયા જેમાં હરિપુરા ગામ નો સરપંચ સંકેતભાઈનો પુત્ર સૌથી નાની વયનો હેતવિક તેની સાથે ગામના દક્ષ, મિત, મંયક, જયદીપ, આયુષ વિગેરે યુવાનો જોડાયા હતા.