અંકલેશ્વરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકે યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.સપ્લીમેન્ટ્રી તપાસવાના બહાને યુવતીની છેડતી કરાઈ હોવાની વાત સામે આવી છે.કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી કરાઈ છે,ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલક નીતિન ચૌહાણે કરી છે છેડતી.યુવતીએ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે.
પોલીસે હાથધરી તપાસ
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે યુવતીની છેડતી કરી છે.આ સમગ્ર મામલે યુવતીએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસના સંચાલકે છેડતી કરી હોવાની વાત છે,આ સંચાલકે અન્ય યુવતીઓ સાથે છેડતી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરવામાં આવી છે.
આરોપી છેડતી કરીને થયો ફરાર
નીતિન ચૌહાણે ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા લઇ જવા માટે ક્લાસીસ પર યુવતીને બોલાવી હતી. વાતચીત દરમિયાન અચાનક જ લંપટ સંચાલકે હું તમને કેવો લાગુ છુ તેમ પૂછી હાથ પકડી જબરદસ્તી કરી હતી.જે બાદ પોતાની સાથે બનેલી હકીકત પરિવારને જણાવી હતી. પરિવારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંચાલક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.