આણંદના ભાલેજ નજીક ચરોતર CNG ગેસ પંપ પર કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઈકો કારમાં CNG રિફિલિંગ સમયે ધડાકા સાથે CNG સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. CNG સિલિન્ડર ધડાકા સાથે ફાટતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આસપાસ ઉભેલી અન્ય બે કાર અને પંપની છતને ભારે નુકસાન થયુ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ મોકલી આપ્યા છે.
કારમાં બ્લાસ્ટ
આણંદમાં CNG ગેસ સ્ટેશન પર કારમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે જેમાં કારમાં સીએનજી પૂરવાની શરૂઆત કરી અને ત્યારબાદ અચાનક બ્લાસ્ટ થયો હતો,આ ઘટનામાં કારના ફુરચા બોલાઈ ગયા છે અને તાત્કાલિક ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી,કેમ અચાનક બ્લાસ્ટ થયો તેનું કારણ અકબંધ છે.ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,તો ગેસમાં વધુ પ્રેસર આવી ગયુ હોય અને બ્લાસ્ટ થયો હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.
પંપની છતને પણ નુકસાન
જેવો બ્લાસ્ટ થયો તેવી દોડધામ મચી અને લોકો આમતેમ દોડવા લાગ્યા હતા પોતાના જીવની પરવા કરવા માટે તો થોડીવાર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો તો,બ્લાસ્ટ થતા પંપની છતને નુકસાન થયું છે,સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાજર લોકોના નિવેદન લીધા હતા.મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી,જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોય તો પંપ પણ ભડકે બડયું હોત,ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર હોવાથી ચિંતાનો વિષય નથી.
કારમાં ગેસ ભરાવતી વખતે નીચે ઉતરવું જરૂરી
રીફિલિંગ વખતે સીએનજી ગેસ હાઈ પ્રેશરમાં સ્ટોર થાય છે. જો આ દરમિયાન ગેસ લીક થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. જેથી પેસેન્જરને નીચે ઉતારી કાર ખાલી કરી દેવાનું કહેવામાં આવે છે. CNG જ્વલનશીલ હોય છે, લીક થવા પર આગ લાગે તો ઈજા થઈ છે, આ સ્થિતિમાં કારમાં પેસેન્જર ફસાઈ પણ શકે છે. જેથી વાહન ખાલી કરવાનું કહેવામાં આવે છે.રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાથી વાહનનું વજન પણ ઓછું થઈ જાય છે. જેના કારણે CNG ભરવાની પ્રોસેસ પણ ઝડપી બને છે. મોટા ભાગના લોકો CNG કિટ ફિટ કરાવે છે જેથી ગેસ રીફિલિંગ વખતે નોબ શોધવામાં મુશ્કેલી આવી શકે છે માટે પણ પેસેન્જર ઉતારવાની સલાહ અપાય છે.