Anand શહેરમાં અશાંતધારાની મુદ્દત વધારવાની માગ, વિવિધ સંગઠનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

HomeANANDAnand શહેરમાં અશાંતધારાની મુદ્દત વધારવાની માગ, વિવિધ સંગઠનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મુદ્દત 10 વર્ષ વધારવાની માગ

આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદ્દત આગામી 31મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થતી હોઈ આજે રામજન્મોત્સવ સમિતિ, હિંદુ જાગૃતી અભિયાન સમિતી અને જયશ્રી નાકાવાળા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના આગેવાનોએ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેકટરને આવેદન પત્ર આપી લેન્ડ જેહાદ અટકાવવા માટે અશાંત ધારાની મુદ્દત લંબાવવા માટેની માગ કરી હતી.

શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે કરી માગ

હિંદુ સંગઠનોના આગેવાનોએ કલેકટર પ્રવિણ ચૌધરીને આવેદન પત્ર આપતા કહ્યું હતુ કે આણંદ શહેરમાં વધી રહેલા અતિક્રમણ, લેન્ડ જેહાદ જેવી ગંભીર અને ખૂબ મોટી સમસ્યા છે અને જેના કારણે શહેરમાં રહેતો બહુમતી ધરાવતો હિન્દુ સમાજ પ્રતાડિત છે અને આ ગંભીર સમસ્યાની આંશિક રાહત માટે રાજ્ય સરકાર દ્વારા આણંદ શહેરમાં અશાંત વિસ્તાર ધારાનો કાયદો અમલમાં મૂક્યો હતો, જેના કારણે શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહેલો છે, પરંતુ આગામી 31 ડિસેમ્બરના રોજ અશાંત વિસ્તાર ધારાની સમય અવધિ પૂર્ણ થાય છે, જેથી હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તત્કાલ ધોરણે આ સમય મર્યાદા 10 વર્ષ સુધી વધારવાની માગ કરવામાં આવી હતી.

અશાંત ધારા હેઠળ જ પરવાનગી આપવામાં આવે તેવી માગ

હિંદુ સંગઠનો દ્વારા આણંદ શહેરના સલાટિયા વિસ્તાર સામરખા ગામ અન્ય બીજા વિસ્તારો જ્યાં વિધર્મીઓનું અતિક્રમણ અને લેન્ડ જેહાદ વધી રહ્યા છે, તે બધાજ વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માગ છે, સાથે સાથે 31 ડિસેમ્બરથી જ્યાં સુધી અશાંત વિસ્તાર ધારાની નવી જોગવાઈ કરવામાં ન આવે અને અશાંત વિસ્તાર ધારો ફરીથી લાગુ કરવામાં ન આવે એ સમયગાળા દરમ્યાન જે કોઈ પણ દસ્તાવેજ અને જમીન વેચવાના કાગળો તૈયાર કરવામાં આવે તેને અશાંત ધારા હેઠળ જ પરવાનગી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ભૂતકાળમાં ખૂબ મોટા પ્રમાણમાં પલાયન કરવું પડયું હતું

હિંદુ સંગઠનના આગેવાનોએ કહ્યું હતું કે જો અશાંત ધારો ફરીથી લાગુ કરવામાં નહીં આવે તો હિન્દુ સમાજે ભૂતકાળમાં ખૂબ મોટા પ્રમાણમાં પલાયન કરવું પડયું હતું, એવી જ પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થશે અને ફરીથી હિન્દુ સમાજને મજબૂરીમાં ખૂબ મોટી સંખ્યામાં પોતાના ઘર અને માલ મિલકત છોડીને પલાયન કરવું પડશે, જેથી તત્કાલ ધોરણે અશાંત વિસ્તાર ધારાને અમલમાં મુકવા માગ કરી હતી અને જો એવું ન થાય તો સમગ્ર હિન્દુ સમાજે ભવિષ્યમાં મજબૂર થઈ વ્યાપક સ્વરૂપમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon