Anand: મહાશિવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

0
8

ચરોતરમા બુધવારે દેવાધિદેવ મહાદેવના આરાધના પર્વ મહાશિવરાત્રીની આસ્થા-ઉંમંગ સાથે ઉજવણી કરવામા આવી હતી. શિવાલયો બમ બમ ભોલે, શિવોહમ, શિવોહમના નાદલયથી ગુંજી ઉઠયા હતા.

આણંદના જાગનાથ મહાદેવ, ધર્મેશ્વર, લોટેશ્વર, પાર્વતેશ્વર, વિદ્યાનગરના ઓમકારેશ્વર, કરમસદના બાપેશ્વર, નડિયાદના સંતરામેશ્વર, મોટા કુંભનાથ, માઇમંદિુર, શંકરાચાર્યનગર સહિતના મહાદેવાલયોમા ભાવિકજનોએ ઉમટી પડી શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક કરી શકકરિયા-બટાટાનો ફળાહાર કરીને દેવાધિદેવ સમક્ષ જીવનના ત્રિવિધ તાપોથી મુક્તિની કામના કરી હતી. શિવાલયોમા ચાર પ્રહરની પુજા, ઉમરેઠ-બોરસદમા શિવજીની પાલખીયાત્રા, રૂદ્રી, મહારૂદ્રી, લઘુરૂદ્રી, શિવ મહિમ્નમ સ્ત્રોતં સાથે શિવજીની પ્રસાદી સ્વરૂપે ભાંગનુ વિતરણ કરવામા આવ્યુ હતું. અનેક સ્થળો યોજાનાર લોકમેળામા ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડયુ હતું.

આણંદ-ખેડા જિલ્લામા ભગવાન ભોળાનાથની પુજા-ઉપસનાના પર્વ મહાશિવરાત્રીએ આણંદના જાગનાથ મહાદેવમા ખાસ પુજા અનુષ્ઠાન ઉપરાંત. શહેરના લોટેશ્વર, પાર્વતેશ્વર, ધર્મેશ્વર, વિદ્યાનગરના ઓમકારેશ્વર, કરમસદના બાપેશ્વર મહાદેવ, બાકરોલ, આણંદ, વલ્લભ વિદ્યાનગર બ્રહ્માકુમારીઝ સંસ્થા, પેટલાદ, જીટો.ડિયા, ઉમરેઠના વૈજનાથ મહાદેવ, બિલેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, ઘાસીના ભુતનાથ મહાદેવ, ખંભાતના પતંગેશ્વર,મહીતીર્થ સ્થળે આવેલા વ્હેરાખાડી, વાસદ, શીલી,અહીમા, ખંભોળજના પ્રાચીન મહાદેવ ખેડા જિલ્લામાં નડિયાદના સંતરામેશ્વર, નાના-મોટા કુંભનાથ મહાદેવ, પુનેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ, રાજ રાજેશ્વર મહાદેવ, પીજના કપિલેશ્વર, ખેડાના સોમનાથ મહાદેવ, મહેમદાવાદના જાગનાથ, રઢુના કામનાથ મહાદેવ, કપડવંજના કુબેરેશ્વર, ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર, શંકરાચાર્યનગર સ્થિત શિવાલયોમાં વહેલી સવારથી માંડીને દિવસભર પુજન-અર્ચન અને લોકમેળાને લઇને માટે ભાવિકજનોનો પ્રવાહ ઉમટી પડયો હતો. જેમા આસ્થાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલ્વપત્ર સુગંધિત દ્વવ્યો અર્પણ કરી જળ-દુધની ધારા, પંચમૃત્તાભિષેક કરીને ભગવાન ભોળાનાથની કૃપા પામવા પ્રયત્નો કરાયા હતા. શિવાલયોમાં ચાર પ્રહરની પુજા, ઉમરેઠ, બોરસદ, નડિયાદ, મહેમદાવાદમાં શિવજીની પાલખીયાત્રા, મહારૂદ્રી, રૂદ્રી, લઘુરૂદ્રી, શિવ મહિમ્નમ સ્ત્રોતં, શિવચાલીસા, શિવયાગ સાથે મંદિરો, ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓને ભાંગની પ્રસાદીનુ વિતરણ કરીને ભગવાન ભોળાનાથની કૃપા પામવા પ્રયાસ કરવામા આવ્યો હતો.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here