Anand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા, 3ના મોત

HomeANANDAnand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા, 3ના મોત

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

VIDEO: માતાજી સૌનું સારુ કરે : PM નરેન્દ્ર મોદી

ઉમાધામ પાટોત્સવની ઉજવણી પીએમ મોદીએ વર્ચ્યુલ હાજરી આપી 2008માં તેમના જ હસ્તે થયુ હતુ ઉદ્ઘાટન જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીના 14માં પાટ Source link

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટ્યા હોવાની ઘટના બની છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના બની છે. જેમાં પિલ્લર પરની ગડર તુટી પડતા 3 શ્રમિકોના મોત થયા છે.
JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ
જો કે રાહતની વાત એ પણ છે કે પિલ્લર નીચે દબાયેલા 2 શ્રમિકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આ બંને શ્રમિકોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે કે હાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે. ત્યારે રેલવે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને હાલમાં JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં
તમને જણાવી દઈએ કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. સુરત અને આણંદ શહેર નજીક ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી 200 મીટર લાંબી પેનલો બનાવવા માટે પુલ ઉપર પાટાના ફ્લેશ-બટ વેલ્ડીંગની પ્રક્રિયા થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકનસેન ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને તેના પર આધારિત જે-સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે. આ સિસ્ટમનો ઉપયોગ ભારતમાં પ્રથમ વખત કરાશે.
ટ્રેક ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા ખુબ જ અત્યાધુનિક મશીનરી દ્વારા કરવામાં આવે છે
NHSRCLએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 35,000 ટનથી વધુ રેલ અને ટ્રેક બાંધકામ મશીનરીના 4 સેટ મળ્યા છે. ટ્રેક ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા ખુબ જ અત્યાધુનિક મશીનરી સાથે મિકેનાઈઝ્ડ છે, જે જાપાનીઝ સ્પેસિફ્કિેશન્સ અનુસાર ડિઝાઈન અને ઉત્પાદિત છે. ત્યારે શિંકનસેન ટ્રેક બાંધકામની પદ્ધતિ અને કામગીરીને સમજવા, ભારતીય એન્જિનિયરો, કારીગરો અને ટેકનિશિયનો માટે તાલીમ અને પ્રમાણપત્ર કોર્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શિંકનસેન ટેક્નોલોજી શું છે?
બુલેટ ટ્રેનમાં ઝડપ અને મુસાફરોની સુવિધા તેમજ સલામતી માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શિંકનસેન ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેક પરના બ્રિજ અને તેના ઉપર રેલવેના પાટા પાથરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon