રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતાં એટલા માટે ડરે છે, કેમ કે તેમણે જૈવિક ખેતી કરી છે અને પ્રાકૃતિક કૃષિને જ જૈવિક ખેતી સમજે છે. ખેડૂતો સમજે છે કે, જે ખેતીમાં યુરિયા-ડીએપીનો ઉપયોગ ન થાય તે જૈવિક ખેતી. પરંતુ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. પ્રાકૃતિક કૃષિ શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જૈવિક ખેતીમાં વધુ ખર્ચે ઓછું ઉત્પાદન આવે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિમાં નહીવત ખર્ચે વધુ સારૂં આરોગ્યપ્રદ ઉત્પાદન મળે છે.
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત પાંચ જિલ્લાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, આત્મા અને બાગાયત વિભાગના અધિકારીઓ, કૃષિ સખીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે હરિત ક્રાંતિના જનક ડૉ.સ્વામીનાથનને યાદ કરતાં જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિના સમયમાં ડૉ.સ્વામિનાથને ખેત ઉત્પાદન વધારવા માટે એક હેક્ટર જમીનમાં 13 કિ.ગ્રા. નાઈટ્રોજન નાંખવાની ભલામણ કરી હતી. જ્યારે, અત્યારે 1 એકરમાં 13 થેલી જેટલું નાઈટ્રોજન નાંખવામાં આવી રહ્યું છે, જેના પરિણામે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટયો છે, અને જમીન બિન ઉપજાઉ બનતી જાય છે. જમીનને ફ્રી ઉપજાઉ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ જ છે. પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા વધે છે. જેના કારણે જમીનની ફ્ળદ્રુપતામાં વધારો થવાથી ખેત ઉત્પાદન પણ વધુ આવે છે. તેમણે જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, આ અભિયાન એ સમગ્ર રાષ્ટ્રનું છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે જે ધરતી માતા પર જન્મ લીધો, જેની હવા શ્વાસમાં લઈએ છીએ, પાણી પીએ છીએ, જેના થકી આપણે જીવીએ છીએ અને જેના ના હોવાથી આપણું કોઈ જ અસ્તિત્વ નથી, તેને બચાવવાનો નૈતિક ભાવ આપણામાં હોવો જોઈએ. આ વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કે.બી.કથીરીયાએ જંતુઓનો નાશ થાય તથા ખેતીને નુકશાન ન થાય તેવી રીતે સંશોધન આધારિત દવા ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધકરાવવાની આશા દર્શાવી હતી. આ પ્રસંગે કૃષિ નિયામક પી.એસ.રબારીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો હેતુ સમજાવ્યો હતો.
[ad_1]
Source link