Anand: પેટલાદમાં તળાવ બ્યૂટિફિકેશનના બે કરોડ પાણીમાં

HomeANANDAnand: પેટલાદમાં તળાવ બ્યૂટિફિકેશનના બે કરોડ પાણીમાં

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પેટલાદ શહેરના રણછોડજી મંદિર પાસે આવેલા પરમાણિયા તળાવનું અત્યાર સુધીના નગરપાલિકાના અનેક સત્તાધીશોએ બ્યુટીફીકેશન તબક્કાવાર હાથ ધરી કામ પુર્ણ કર્યુ નથી. ગતવર્ષે ઉચ્ચકક્ષાએથી તળાવના બ્યુટીફીકેશન માટે 2.10 કરોડની જંગી ગ્રાન્ટ ફાળવવામા આવી હતી.

જેમાં પાંચ કામોનો સમાવેશ કરાયો હતો. ટેન્ડરપ્રક્રિયા હાથ ધર્યા બાદ સત્તાધીશોએ મહેસાણાની ડીપીએસ કંપનીને કામ આપ્યુ હતું. જે કામ એક વર્ષમા પુર્ણ કરવાનુ હતુ જે આજદિન સુધી હજી પુર્ણ ર્ક્યુ નથી. અધુરુ કામ હોવા છતાં સત્તાધીશોને કોન્ટ્રાક્ટર ઉપર વહાલ આવી જતાં 1.30 કરોડનુ ચુકવણુ કરી દીધુ હોઇ વિવાદનો મધપુડો છેડાયો છે.

પેટલાદ નગરપાલિકા હસ્તકના શહેરના ઐતિહાસિક પરમાણિયા તળાવના બ્યુટીફીકેશનનુ કામ એસજેએમએસવીવાય ગ્રાન્ટમાંથી હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં તળાવના બ્યુટીફીકેશન માટે 1.50 કરોડ કમ્પાઉન્ડ વૉલ માટે 15 લાખ, ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરીયા, પાર્કિંગ માટે 20 લાખ, સ્ટ્રીટ લાઇટ, પૉલ, ઇલેક્ટ્રીક કામ માટે 18 લાખ, ફાઉન્ટેન માટે 4.60 લાખની રકમ ફાળવવામા આવી હતી અને તે કામ મહેસાણાની ડીપીએસ કંપનીને આપવામા આવ્યુ હતું. પરંતુ ટેન્ડરના નિયમો અને શરતો મુજબ એક વર્ષમા કામ પુર્ણ કરવાનુ હતુ તેના સ્થાને લૉંબો સમય વીત્યા છતાં તળાવના બ્યુટીફીકેશનના તમામ કામો અધુરા રહ્યા છે. કામો પુર્ણ નહીં થયા હોવા છતાં સત્તાધીશોએ કોન્ટ્રાકટ એજન્સીને અધુરા કામના 1.30 કરોડનુ ચુકવણુ કરી દીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. નિયત સમયમાં કામ અધુરૂ રહ્યુ હોઇ જે હેતુ માટે ગ્રાન્ટ ફાળવાઇ છે તેના નાણાં વેડફાયા હોવાનુ પ્રથમ દૃષ્ટિએ ફલિત થાય છે. જેને લઇને નગરપાલિકાને વિકાસ કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટનો દુરૂપયોગ થઇ રહ્યો હોવાનુ પણ શહેરીજનોમા ચર્ચાઇ રહ્યુ છે.

પેનલ્ટી વસૂલવાના સ્થાને નાણાં ચૂકવવામાં આવ્યાં

પરમાણિયા તળાવના બ્યુટીફીકેશન માટે 2.10 કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવી છે અને તેનુ કામ શરૂ કરાયુ હતું. ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાયા મુજબ મહેસાણાની ડીપીએસ કન્સ્ટ્રકશન કંપનીને કામ સોંપાયુ હતું. નીતિ-નિયમ મુજબ કે શરતો હેઠળ એક વર્ષમા કામ પુર્ણ કરવાનુ હતુ. તેના સ્થાને લાંબો સમય વીત્યો હોવા છતાં એજન્સી સમયમર્યાદામા કામ પુર્ણ કરી શકી નથી. તે માટે પાલિકાના સત્તાધીશોએ પેનલ્ટી વસુલવી જોઇએ તેના સ્થાને અધુરા કામના તબક્કાવાર નાણાં ચુકવી દેવામા આવતા તેની તપાસ હાથ ધરાય તેવી અટકળો વહેતી થઇ છે.

ગુણવત્તાના મુદ્દે પણ બાંધછોડ કરાઇ

તળાવના ચાલી રહેલા બ્યુટીફીકેશનના કામમા ગુણવત્તાનો સૌથી મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. હાથ ધરાયેલા કામમાં વપરાયેલા રૉ-મટીરીયલ સહિતની ગુણવત્તા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની પણ તાતી જરૂરિયાત હોવાની ટોક ઓફ ધી ટાઉન ચર્ચાઓએ જોર પકડયુ છે. નક્કી કરેલા ટેન્ડરના એકપણ કામ એકવર્ષ ઉપરાંતના સમય બાદ પણ પુર્ણ કરાયા નથી. ત્યારે ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon