
આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં આવેલી બિસ્મિલ્લાહ સોસાયટીમાં રહેતો મોહમંદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રવિવાર રાત્રીના દસેક વાગ્યાના સમયે પોતાની ઘરની બહાર જાહેરમાં ફાયરીંગ કર્યુ હોવાની ચોક્કસ માહિતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળી હતી. આ મળેલી માહિતીને આધારે LCBના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે રાજુ ઉર્ફે મચ્છીની તેના ઘરેથી અટકાયત કરી હતી.
મધ્યપ્રદેશમાંથી ખરીદી હતી પિસ્ટલ
ત્યારબાદ પોલીસે તેના ઘરની તપાસ કરતા તિજોરીના ડ્રોવરમાંથી બે દેશી હાથ બનાવટની મેગેજીન સહિતની મશીન કટ પિસ્ટલ અને ચાર જીવતા છુટા કારતુસ મળી આવ્યા હતા. LCBની ટીમે આ પિસ્ટલ તેમજ તેનાથી કરેલા ફાયરીંગ બાબતે મોહમંદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આજથી ત્રણ મહિના પહેલા હું મધ્યપ્રદેશના જાંબુવા ખાતે ગયેલો અને અજાણ્યા ઈસમ પાસેથી એક પિસ્ટલ તથા 6 કારતુસ 45 હજાર રૂપિયામાં ખરીદીને લાવ્યો હતો. જ્યારે બીજી એક પિસ્ટલ પિતાના સમયની હતી જે ઘરે સાચવીને રાખેલી હતી, મારા પિતા હાલ હયાત નથી, તે કોની જોડેથી પિસ્ટલ લાવેલા તેની મને ખબર નથી તેમ જણાવ્યું હતું.
ભારતની જીત થતાં દેશી બનાવટની પિસ્ટલ વડે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું
રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થતાં ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હોવાથી જુસ્સામાં આવી મેં મારા ઘરની બહાર આવેલા બાંકડા ઉપર બેસી આ દેશી બનાવટની પિસ્ટલ વડે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ મારા ઘરે જઈને તિજોરીમાં પિસ્ટલ મુકીને સુઈ ગયેલ હોવાની કબૂલાત કરી હતી. આ કબુલાતના આધારે પોલીસે મોહમંદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને સાથે રાખી ફાયરીંગ કરેલી જગ્યાએ સર્ચ કરતાં ત્યાં બાકડા નજીકથી ફુટેલી રાઉન્ડના ખાલી કારતુસો મળી આવ્યા હતા.
અલગ અલગ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ
બીજી બાજુ પોલીસે દેશી હાથ બનાવટની મેન્જીન સાથેની 2 મશીન કટ પિસ્ટલ જેની કિંમત રૂપિયા 65 હજાર, 4 જીવતા કારતુસ જેની કિંમત રૂપિયા 400 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 1 લાખ મળીને કુલ રૂપિયા 1,65,400નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા મોહમંદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી તેમજ તેને પિસ્ટલ આપનાર અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હથિયાર ધારાની કલમ 25(1-b)(a), 27(2) તેમજ જી.પી.એ એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_1]
Source link