
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ત્રણ મહિના પહેલાં ગુણોત્સવનું આયોજન કરવામાં હતુ, જેનું પરિણામ થોડાં દિવસો પહેલા ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક પૈકી 14 જેટલી શાળાઓ C ગ્રેડમાં આવી છે. હવે આ શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે અને આગામી સમયમાં ફ્રી ગુણોત્સવ આવે ત્યારે તેના પરિણામમાં સુધારો લાવવા માટે આ શાળાઓને બીટ/ કેળવણી નિરીક્ષકોને દત્તક સોંપવામાં આવી છે.
એટલે કે હવે તે શાળામાં આ નિરીક્ષકો મુલાકાત લેશે અને પોતાની શાળા સમજી કાર્ય કરાવશે એટલે શાળાઓના ગુણાકનમાં ફ્રક આવશે અને તેમ થાય તો તે શાળાઓ આવનાર સમયમાં C ગ્રેડ માથી બહાર નીકળી શકશે.
ગુણોત્સવને સરકાર દ્વારા આ વર્ષે નવા ફોર્મેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ મૂલ્યાંકનની સાથે બાહ્ય અને આંતરિક એટલે કે સ્વ મૂલ્યાંકન દ્વારા જિલ્લાની 1000 જેટલી શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવ્યો હતો. આ ગુણોત્સમાં બાળકોની હાજરી થી લઇ તેના શિક્ષણને લગતાં વિવિધ પાસાંઓ ચકાસવામાં આવ્યા હતા. આ પાસાંઓની ચકાસણી બાદ તેનું મૂલ્યાંકન કરી તેનું ગુણાંકન ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન ગુણાંકન અને રાજ્યમાંથી આપવામાં આવતાં ગુણ બાદ કુલ ગુણ મળે તે મુજબ શાળાઓને ગ્રેડ આપવામાં આવ્યો હતો. આ ગ્રેડના આશરે આણંદ જિલ્લામાં A+ માં 44 તો A++ માં 15 શાળાઓને બાજી મારી છે તો B ગ્રેડમાં સૌથી વધારે 915 જેટલી શાળાઓ આવી છે. આ પરિણામમાં નબળું ગુણાંકન વાળી એટલે સી ગ્રેડ મળ્યો હોય તેવી 14 શાળાઓ છે. આ 14 શાળાઓના પરિણામમાં સુધારા માટે અને આવનાર વર્ષે યોજાનાર ગુણોત્સવમાં આ શાળાઓ પણ સી ગ્રેડમાંથી તેના ઉપરના ગ્રેડમાં આવે તે માટે વધુ સારી મહેનત કરી શકે અને માર્ગદર્શન મેળવી શકે એ હેતુથી તાલુકામાં ફ્રજ બજાવતા બીટ / કેળવણી નિરીક્ષકોને આ શાળાઓ દત્તક આપવામાં આવી છે.
[ad_1]
Source link