આણંદનીઅમૂલ ડેરીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓનો વિવાદ વકર્યો છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાંથી ઠાસરા તાલુકાના છુટા કરાયેલા 105 કર્મચારીઓનો મામલો વકર્યો છે અને કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવા માગ કરવામાં આવી છે. કર્મચારીઓને પરત નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુરક્ષાના ભાગરૂપે પોલીસને બોલાવવાની ફરજ પડી
હાલમાં કરણી સેના અને અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન અને ડિરેકટર રાજેન્દ્ર સિંહ પરમાર, કેસરીસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહિડા પણ કર્મચારીઓ સાથે અમૂલ પહોંચ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે અમૂલે પોલીસના કાફલાને બોલાવવાની ફરજ પડી છે. તમને જણાવી દઈએ કે 4 મહિના પહેલા છુટા કરવામાં આવેલા કર્મચારીઓને છુટા કરવા કે 5થી 8 વર્ષ જુના કર્મચારીઓને છુટા કરવા તેવા સવાલ ઉઠ્યા છે.
કર્મચારીઓને પરત નહીં લેવાય તો આંદોલનની ચીમકી
કેસરીસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહિડા કર્મચારીઓની સાથે જ અમૂલ ડેરી આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે અને છુટા કરવામાં આવેલા તમામ કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. જો 24 કલાકમાં કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.