આણંદના આંકલાવમાં પતંગ લેવા જતા બાળકનું મોત નિપજયું. આજે ઉત્તરાયણ તહેવાર બાળકો માટે વધુ મહત્વનો હોય છે.પતંગ ચગાવવા અને લૂંટવામાં બાળકોને વધુ આનંદ આવતો હોય છે. જો કે આ મજા અનેક વખત સજા બનતી હોય છે. આજે આંકલાવમાં એક બાળકને ખેતરમાં પતંગ લેવા જતા કરંટ લાગ્યો. કરંટ એટલો ખતરનાક હતો કે 11 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આંકલાવમાં એક પરિવાર માટે ઉત્તરાયણની ઉજવણીનો તહેવાર માતમમાં ફેરવાયો. સુંદણ ગામે ગોહિલપુરા વિસ્તારમાં એક પરીવારે પોતાના વ્હાલસોયો ગુમાવતા શોકનો માહોલ છવાયો. 11 વર્ષીય બાળક પતંગ ચગાવવામાં મસ્ત હતો. દરમ્યાન કપાયેલ પતંગ લૂટવાની લાલચે તે દોડયો અને ઝાટકા મશીનના તારને અડી જતા બાળકને જોરદાર કરંટ લાગ્યો. ખેતરમાં પતંગ લૂંટવા જતા ઝાટકા મશીનના તાર અડી જતા 11 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત નિપજયું. ઝાટકા મશીનમા ડાયરેક્ટ વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું જેને લઈને આ ઘટના બની તેવો પરીવારે આક્ષેપ કર્યો. 11 વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. હાલ બાળકના મૃતદેહના વાસદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપી વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આણંદ ઉપરાંત સુરતમાં પણ ઉત્તરાયણ તહેવારમાં રંગમાં પાડતી ઘટનાઓ બની છે. બપોર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દોરી વાગવાથી ઘાયલ થવા અને ધાબા પરથી પડી ઇજા પામ્યા તેમજ ગળા કપાયાની જેવી ઘટનાઓના 10થી વધુ કેસ નોંધાયા. તહેવારમાં ઘાયલ થયેલાઓને સારવાર આપવા સિવિલ હોસ્પિટલ સ્ટાફ ઇમરજન્સી કેસ માટે ખડેપગે તૈનાત છે.