પેટલાદ શહેરમાં નૂર તલાવડી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણીની લાઈનમાં ખોદકામ કરવામાં આવ્યું છે. જેને લઈને નુર તલાવડી વિસ્તારના લોકોને પાણી મળતું નથી. છેલ્લા દસ દિવસથી પાણી ન આવતા આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. નગરપાલિકામાં જઈ રજૂઆત કરી હતી અને એન્જિનિયર ઘટના સ્થળે આવતા મહિલાઓએ ઉધડો લીધો હતો.
છેલ્લા દસ દિવસથી પાણીની લાઈનમાં ખોદકામ કરવામાં આવ્યું છે
પેટલાદ શહેરમાં નૂર તલાવડી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણીની લાઈનમાં ખોદકામ કરવામાં આવ્યું છે. જેને લઇને પાણી ન આવતા છેલ્લા દસ દિવસથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આજે સવારે નગરપાલિકામાં પહોંચી મહિલાઓએ રજૂઆત કરી હતી. ત્યારબાદ નૂર તલાવડી વિસ્તારમાં નગરપાલિકાના એન્જિનિયર જીતેશભાઈ આવતા જ મહિલાઓએ ઘેરાવ કરી ઉધડો લીધો હતો. અને તાત્કાલિક એક જ દિવસમાં કામગીરી પૂર્ણ કરી,પાણી ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને દિવસ દરમિયાન પાણીની જરૂર વધારે પડે છે તેવા સમયમાં જ પાણી ન આવતા લોકો પરેશાન થયા છે.