Home Amreli Amreli – News18 ગુજરાતી

Amreli – News18 ગુજરાતી

Amreli – News18 ગુજરાતી

અમરેલી: રાજકોટમાં યુથ ફેસ્ટિવલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલાના યુવાનનો દબદબો રહ્યો છે. સાવરકુંડલાના શ્યામ શેલડીયાએ યુથ ફેસ્ટિવલમાં તબલા, ઢોલક વાદનમાં ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની આ ઇવેન્ટમાં પ્રથમ નંબરે વિજેતા બન્યો હતો. તેમજ ગત વર્ષે પાટણમાં યોજાયેલી ઇવેન્ટમાં પણ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. યુવાને ઢોલક અને તબલા વાદનમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે.

સાવરકુંડલામાં રહેતા શ્યામ શેલડીયાને સંગીતનો શોખ છે. શ્યામ ઢોલક અને તબલા વગાડે છે. તેમજ છેલ્લા 11 વર્ષથી ઢોલક અને તબલાનું જ્ઞાન મેળવી રહ્યા છે. સાવરકુંડલામાં સંગીત શાળામાં તબલા અને ઢોલક શીખી રહ્યા છે. શ્યામ શેલડીયાએ કહ્યું હતું કે, ‘‘હું 11 વર્ષથી ઢોલક અને તબલા શીખી રહ્યો છું. માધવ પરિવાર સંગીત શાળામાં તાલીમ મેળવી રહ્યો છું. તબલા વાદનમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો. તેમજ ગત વર્ષે પણ રાજ્ય કક્ષાની ઇવેન્ટમાં પ્રથમ નંબર આવ્યો હતો.’’

News18

સંગીત શિક્ષક અરવિંદભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે, ‘‘પોતે 30 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે અને મોટી સંખ્યામાં બાળકો સંગીત શીખવા માટે આવી રહ્યા છે. સાવરકુંડલા કલાની નગરી કહેવામાં આવે છે. સાવરકુંડલા તાલુકા કક્ષાની સ્પર્ધામાં ખૂબ જ હરીફાઈ હોય છે. આ તાલુકો સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો તાલુકો છે. સાવરકુંડલાના વિદ્યાર્થીઓ દરેક ઇવેન્ટમાં અવ્વલ રહે છે.’’

આ પણ વાંચો:
સાત સમંદર પારની ખેતી ગુજરાતમાં કરી, ખેડૂતે વિદેશી કોબીજ ઉગાડી

શ્યામ શેલડીયા એ સંગીત શિક્ષક અરવિંદભાઈનો પુત્ર છે. પિતાના ગુણ પુત્રમાં આવ્યા છે. શ્યામને વારસામાં સંગીત મળ્યું છે. શ્યામ વડોદરામાં સંગીત કોલેજમાં અભ્યાસ કરે છે. શ્યામ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાત વખત વિજેતા બન્યો છે. હાલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here