- ગારીયાધારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર
- વેપારીઓને દુકાને દુકાને મળી કર્યો ચૂંટણી પ્રચાર
- વાલમ ચોક મુખ્ય બજારમાં વેપારીઓને મળ્યા
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેની ઠુંમરે આજે ગારીયાધાર ખાતે ચાલતા ચાલતા વેપારીઓને દુકાને દુકાને મળી કર્યો ચૂંટણી પ્રચાર,વેપારીઓને મળી કોંગ્રેસને સાથ આપવા કરી વિનંતી કરી છે,અને લોકોને કહ્યું કે ચૌક્કસથી કોગ્રેસને વોટ આપજો જે તમારી સમસ્યાઓ દૂર કરશે.
પ્રચારની શરૂઆત
અમરેલી લોકસભાના ગારીયાધાર વિસ્તારમાં આજે ગારીયાધાર શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની ટીમ સાથે ગારીયાધાર શહેરના વેપારીઓને દુકાને દુકાને જઈ પ્રચાર કર્યો શહેરના વાલમ ચોક મેઈન બજાર સરદાર ચોક સહિતના વિસ્તારમાં વેપારીઓને મળી કોંગ્રેસને સાથ આપવા વિનંતી કરી ત્યારે વ્યાપારીઓએ પણ જેનીબેન ઠુંમરનું ઉત્પાદન અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી સમર્થન આપ્યું.
દુકાનો ઉપર ભાજપના ધ્વજ
સૌથી મહત્વની વાત એ છે કે મેન બજારમાં તમામ દુકાનોમાં ભાજપના ધ્વજ લહેરાય છે અને એ જ વેપારીઓ પાસે કોંગ્રેસ માટે સાથ આપ્યો ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડયુ ગારીયાધારના પ્રખ્યાત કાળભૈરવ મંદિરમાં આશીર્વાદ લીધા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાઓને ફૂલહાર કરી વંદન કર્યા અને જેની ઠુંમરે જણાવ્યું કે આ તમામ ભાજપની ઝંડીઓ કોંગ્રેસના હાથમાં દબાઈ જશે અને મને ચોક્કસ વિજય મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જેનીબેનને રાજકારણ વારસામાં મળ્યું
જેનીબેન ઠુમ્મરને રાજકારણ વારસામાં મળ્યું છે. લોકસભાના અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરના પિતા વિલજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લામાં લોકસભા અને વિધાનસભા લડી ચૂક્યા છે. ત્યારબાદ જેની ઠુંમરના માતા પણ એક વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. માતા અને પિતાને જોઈને જ જેનીબેને રાજકારણમાં એન્ટ્રી કરીને લોકસભાની ટિકિટ સુધીની સફર પાર પાડી પાડી છે.