અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યુ છે. આ નિવેદન બાદ સમગ્ર કેસમાં નવા પત્તા ખુલ્લા થયા હોય તેમ લાગી રહ્યુ છે. જજ સમક્ષ નિવેદન આપતા સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. તો સાથે જ જણાવ્યુ હતુ કે, જયરાજસિંહના માણસો દ્વારા ખોટા નિવેદન આપવા બાબતે દબાણ પણ કરવામાં આવ્યું હતું.
સગીરાનું ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં નિવેદન
અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાનું નિવેદન મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ સામે સગીરાએ કહ્યુ હતુ કે, અનિરુદ્ધ સિંહ જાડેજા, રાજદીપ સિંહ જાડેજાને હું ક્યારેય પણ મળી નથી. બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા હોવાની વાત સગીરાએ તેના નિવેદનમાં કહી છે. તો રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર પણ સગીરા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. અમિત ખૂંટ દ્વારા મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનું પણ સગીરાએ જજ સમક્ષ કહ્યુ હતુ. મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની વાત પીડિત સગીરાએ કોર્ટમાં કહી હતી.
અમિત ખૂંટ આપઘાત કેસ
ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં થતા ખુલાસા મામલામાં નવો વળાંક લાવી શકે છે. આ કેસમાં મૃતકની પત્નીએ અગાઉ સીએમને પત્ર લખી પોલીસ સુરક્ષા માંગી હતી. અને આરોપીઓને કડકમાં સજા કરવા અપીલ પણ કરી હતી. આ તો બીજી તરફ, સગીરાના નિવેદને સમગ્ર પ્રકરણમાં હલચલ પેદા કરી છે. આ કેસમાં હવે પોલીસ અને પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
[ad_1]
Source link