એર ઇન્ડિયા ફ્લાઇટ 171 એ ભારતના અમદાવાદ એરપોર્ટથી યુનાઇટેડ કિંગડમના લંડન ગેટવિક એરપોર્ટ સુધી એર ઇન્ડિયા દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ હતી. 12 જૂન, 2025 ના રોજ બપોરે 1:39 વાગ્યે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બી.જે
.
સ્મશાન વૈરાગ્ય બાદ જીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ થઇ, એના સમાચાર વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચ્યા. આજના યુગની મજા કહો કે સજા એ છે કે, ઇન્ટરનેટ જેવી ટેક્નોલોજીના કારણે પબ્લિક ઇતિહાસ એમની નજર સામે સર્જાતો જોઇ શકે છે. અને માટે જ આ સમાચાર જેવા લોકો સુધી પહોંચ્યા ત્યાં ભય, શોક, વેદના, આક્રોશ, નિઃસહાયતા અનુભવવાની સાથે કેટલાય લોકોને સ્મશાન વૈરાગ્ય પણ આવી ગયો. પણ પછી થોડા દિવસ પછી જીવન પાછું રાબેતા મુજબ શરુ થઇ ગયું કેટલાક ધારદાર અને અઘરા સવાલો મૂકી ને જે કદાચ દર વખતની જેમ નિરુત્તર જ રહેશે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ આગ બુજાવવાની કામગીરી
ઘણા સવાલો નિરૂત્તર જ રહેવાના સવાલ છે માનવ જીવનની ક્ષણભંગુરતાનો અને દરેક વાતને નસીબ પર છોડી દેવાનો. સવાલ એ પણ પેદા થાય છે કે દર વખતે ભગવાન ભરોસે અને નસીબ પર વાત મૂકી દઇને સરકાર, એરલાઇન્સ, પોતાના કામ જેના માટે પગાર મળે છે છતાં પણ બેદરકાર રહેતા લોકો એ કદી કોઇ હિસાબ નહીં આપવાના? ભારત જેવા દેશમાં જીવનની કિંમત ફ્લાઇટ ટેક ઓફ થઇને ક્રેશ થાય એ દરમિયાનની 30 સેકન્ડ જેટલી છે? કદાચ આ બધા સવાલના જવાબ દરેક કરુણ ઘટના પછી બને છે એમ થોડા દિવસની હો હા પછી નિરુત્તર જ રહેવાના અને જીવન આપણાં દેશમાં રાબેતા મુજબ ચાલતું રહેવાનું કારણ કે જીવ કરતા રોજી રોટી જેવા પ્રશ્નો વધુ વિકરાળ છે અને આ સવાલોમાં સમય બગાડવાનું એવરેજ ભારતવાસીને ફાવે એવું નથી.

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ બચાવ કામગીરી
પાયલટના મનમાં શું ચાલતું હશે? કમનસીબ એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના પાઇલટ સુમિત સભરવાલ અને કો પાઇલટ ક્લાઇવ કુન્દર ખૂબ અનુભવી પાઇલટ હતા અને પ્લેન ક્રેશ થવાના કારણોની વિગતો બહાર આવશે ત્યારે પણ ‘મે ડે’ કોલની સાથે બને પાઈલટે જ્યારે આખરી ક્ષણ સુધી વિમાનના મુસાફરોને બચાવવાની કોશિશ કરી હશે ત્યારે એમના મનમાં શું ચાલતું હશે એ વિગતો એમની સાથે જ દફન થઇ ગઇ.
પણ આવી ઘટના કોઇપણ વિમાન સાથે ઘટે ત્યારે પાયલટના મનમાં શું ચાલતું હોય એ દર્શાવતી ઘટના અને એના પરથી એક સરસ ફિલ્મ બની ગઇ 2016માં. એ ફિલ્મનું નામ હતું ‘સુલી’.
2016માં સુલી નામની ફિલ્મ બની સુલી (જેને સુલી:મિરેકલ ઓન ધ હડસન તરીકે પણ ઓળખવામાં આવે છે) એ 2016ની અમેરિકન બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. જે ક્લિન્ટ ઇસ્ટવૂડ દ્વારા દિગ્દર્શિત અને ટોડ કોમર્નિકી દ્વારા લખાયેલી છે, જે 2009 ની આત્મકથા હાઇએસ્ટ ડ્યુટી પર આધારિત છે જે ચેસ્લી ‘સુલી’ સુલેનબર્ગર અને જેફરી ઝાસ્લો દ્વારા લખાયેલી છે. ટોમ હેન્ક્સ સુલેનબર્ગર તરીકે અને એરોન એકહાર્ટ જેફરી સ્કાઇલ્સ તરીકે ભૂમિકા ભજવે છે.
યુએસ એરવેઝ 1549ના કેપ્ટન ચેસ્લી બર્નેટ ‘સુલી’ સુલેનબર્ગર III (જન્મ 23 જાન્યુઆરી, 1951) એ અમેરિકન નિવૃત્ત વિમાન પાયલટ, રાજદ્વારી અને ઉડ્ડયન સલામતી નિષ્ણાત છે અને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જીવતે જીવ અમર થઇ ગયેલું પ્રેરણારૂપ નામ છે.

હડસન નદીમાં પ્લેનનું લેન્ડિંગ થયું હતું
તમામ 155 મુસાફરોનો બચાવ થયો 15 જાન્યુઆરી,2009 ના રોજ, સુલેનબર્ગર યુએસ એરવેઝ ફ્લાઇટ 1549 ના કેપ્ટન હતા અને આ ફ્લાઇટ ન્યૂયોર્ક શહેરના લાગાર્ડિયા એરપોર્ટથી ઉત્તર કેરોલિનાના ચાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જઇ રહી હતી. ટેક ઓફ કર્યાના થોડા સમય પછી વિમાન હંસના ટોળા સાથે અથડાયું અને બંને એન્જિનમાં પાવર ગુમાવી દીધો. ઝડપથી નક્કી થયું કે તે લાગાર્ડિયા અથવા ટેટરબોરો એરપોર્ટ સુધી પહોંચી શકશે નહીં અને સુલેનબર્ગે કટોકટીની આ ઘડીમાં વિમાનને ન્યૂયોર્કમાં પાસે જ આવેલી હડસન નદી પર લેન્ડિંગ કરવાનું નક્કી કર્યું અને વિમાનમાં સવાર તમામ 155 લોકો બચી ગયા અને તેમને બચાવી લેવામાં આવ્યા.

પાયલટની કોઠાસૂઝના કારણે 155 લોકોના જીવ બચી ગયા હતા
સુલેનબર્ગરે પાછળથી કહ્યું, “હું અને મારા કો-પાયલોટ જેફ સ્કાઇલ્સ કામ કરતા હતા ત્યારે ખૂબ જ શાંતિ હતી. અમે એક ટીમ હતા પરંતુ તે એન્જિનમાંથી કોઇ ધક્કો ન નીકળવો એ આઘાતજનક હતું પણ ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા સુલેનબર્ગર એમના સંયમ અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા અને સાથે વર્ષોની એક કાર્યદક્ષ પાયલટ તરીકે ટ્રેનિંગ એ વિમાનને પાણીમાં લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કરવામાં મદદ કરી અને ઓફકોર્સ વ્યક્તિગત સૂઝ તો ખરી જ જેણે 155 લોકોના જીવ બચાવી લીધા.
બધા મુસાફરો અને ક્રૂને બહાર કાઢવા માટે કેબિનમાં બે વાર તપાસ કર્યા પછી સુલેનબર્ગર વિમાનમાંથી બહાર નીકળનાર સૌથી છેલ્લે હતા.

નદીમાં પ્લેનના લેન્ડિંગ બાદ સૌથી છેલ્લે પાયલટ બહાર નીકળ્યા હતા
ફ્લાઇટ 171 પ્લેનના પાયલટ આખરી ક્ષણ સુધી મથ્યા હશે દરેક ઉડ્ડયન પહેલાં વિમાનના પાયલટ વિચારતા જ હશે કે આવી કટોકટીની ઘડી વિમાન યાત્રા દરમિયાન ના આવે અને દરેક મુસાફર એમના ઘરે સહી સલામત પહોંચી જાય. હતભાગી એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના પાઇલટે પણ આ વિચાર્યું જ હશે અને એના માટે આખરી ક્ષણ સુધી મથ્યા હશે.
કહેવાય છે કે વિમાન મુસાફરી આવી અમુક ઘટનાઓને બાદ કરતા આજે પણ સૌથી સલામત મુસાફરી ગણાય છે. પણ આવી ઘટના માનવ જીવનની સલામતી, ટેકનોલોજી અને એ બંનેનું પરસ્પરના અવલંબન વિશે નવેસરથી સવાલો ઊભા કરી જાય છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના અનેક સવાલો ઊભા કરે છે
પગે ચાલીને ખોરાક શોધતા, રહેવા માટે સલામત જગ્યાઓ શોધતાં પ્રથમ માનવ હોમોસેપિયન્સને આ સવાલો નહીં જ સતાવ્યા હોય પણ આજના માણસને પોતાની ઊભી કરેલી સમસ્યા વગર ચાલશે ખરું એ પણ એક સવાલ છે.
[ad_1]
Source link
