Ahmedabad Prayagraj Train: અમદાવાદ પ્રયાગરાજ મહાકુંભ ટ્રેનના નામ રૂટ અને ટાઇમ ટેબલ

HomeLatest NewsAhmedabad Prayagraj Train: અમદાવાદ પ્રયાગરાજ મહાકુંભ ટ્રેનના નામ રૂટ અને ટાઇમ ટેબલ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ahmedabad Prayagraj Train For Mahakumbh Mela 2025: પ્રયાગરાજા મહાકુંભ મેળા 2025 માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુંભમેળા 2025માં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડુબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચવાના છે. પ્રયાગરાજ કુંભમેળા 2025ને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા ખાસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ શહેર માંથી 7 મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન દોડાવશે. તો ચાલો જાણીયે મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેનના નામ, ટાઇમ ટેબલ રૂટ અને ભાડા સહિત તમામ વિગત

મહાકુંભ મેળા 2025 માટે ગુજરાત માંથી 7 સ્પેશિયલ ટ્રેન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા 2025 માટે પશ્ચિમ વિભાગ ગુજરાત માંથી 7 પેર સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે.

મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નામ

  • ઉધના – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09031/09032
  • વલસાડ – દાનાપુર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09019/09020
  • વાપી – ગયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09021/09022
  • વિશ્વામિત્રી – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09029/09030
  • સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414
  • સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422
  • ભાવનગર – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09555/09556

સાબરમતી બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન ટાઇમ ટેબલ

રેલવે વિભાગ પ્રયાગરાજ મહાકુંભ મેળા 2025 માટે અમદાવાદથી સ્પેશિયલ ટ્રેને દોડાવશે. આ ટ્રેનનું નામ છે સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414. મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413 અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી બપોરે 11 વાગે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2.45 વાગે બનારસ પહોંચશે.

તો રિટર્ન ટ્રીપમાં મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09414 બનારસ થી સાંજે 7.30 વાગે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 12.3 વાગે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચશે. આ ટ્રેનમાં 2 ટિયર એસી કોચ, 3 ટિયર એસી કોચ, સ્લિપર ક્લાસ અને જનરલ કોચ હશે.

સાબરમતી બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન તારીખ

રેલવે વિભાગ દ્વારા સાબરમતી બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414 કુલ 10 વખત ટ્રિપ મારશે. જેમા આ ટ્રેન 16 જાન્યુઆરી, ત્યારબાદ 5, 9, 14 અને 18 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી બનારસ જવા માટે ઉપડાશે. તો રિટર્નમાં બીજા દિવસે આ ટ્રેન બનારસથી અમદાવાદ આવવા રવાના થશે. રિટ્રન ટ્રીપમાં સાબરમતી બનારસ મહાકુંભ મેળા ટ્રેન 17 જાન્યુઆરી, ત્યારબાદ 6, 10, 15 અને 19 ફેબ્રુઆરી, 2024ના રોજ બનારસ થી અમદાવાદ આવવા રવાના થશે.

સાબરમતી બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન રૂટ

સાબરમતી બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન રૂટની વાત કરીયે તો અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડાવાડા, ફાલના,બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને છેલ્લે જ્ઞાનપુર રોડ સ્ટેશન પર ઉભી રહેશે.

સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422

રેલવે વિભાગ સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422 દોડાવશે. આ ટ્રેન કુલ 6 ટ્રીપ મારશે. આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી સવારમાં 10.25 વાગે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2.45 વાગે બનારસ પહોંચશે. આ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર 09421 અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી 19, 23 અને 26 જાન્યુઆરી, 2025ના રોજ ઉપડશે.

તો આ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર 09422 બનારસથી 20, 24 અને 27 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદ આવવા માટે ઉપડશે. આ ટ્રેન બનારસથી સાંજે 7.30 વાગે ઉપડશે અને ત્રીજા દિવસે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટ્રેશન રાત્રે 1.25 વાગે પહોંચશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon