અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મહેસાણાના સંકેત ગોસ્વામીનું મોત થયું હોવાની વાત સામે આવી છે, ખેરવાના 19 વર્ષીય સંકેતના મોતથી પરિવાર ગમગીન છે, મૃતક સંકેતે ઓટોમોબાઇલમાં ડિપ્લોમા કર્યું હતું અને ઓટોમોબાઇલમાં ડિગ્રી લેવા લંડન જઇ રહ્યો હતો, તો સંકેત ગોસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો જેના કારણે પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે.
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બીજા દિવસે પણ મૃતદેહોની શોધખોળ
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બીજા દિવસે પણ મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી છે, દુર્ઘટના સ્થળેથી અનેક લોકો ગુમ હોવાનું અનુમાન છે, પ્લેન દુર્ઘટના સ્થળ પર પણ જાનહાનિની આશંકા છે, તો ગુમ લોકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બીજા દિવસે પણ કેટલાક મૃતદેહ મળ્યા છે.
PM મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
PM મોદીએ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત અને PM મોદીએ 20 મિનિટ સુધી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, PM મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને ઈજાગ્રસ્તોના પરિવારને PM મોદીએ સાંત્વના પાઠવી, PMએ ઘાયલ દર્દીઓના ખબર – અંતર પૂછ્યા હતા અને PM મોદીએ સમીક્ષા બેઠક કરી, બેઠકમાં મંત્રી સહિત અધિકારીઓ રહ્યા હાજર.
[ad_1]
Source link