જામનગરમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ટાઉનશિપ 3ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
.
આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે કોર્પોરેટર ભરત પરમાર, રામ જાડેજા, સોસાયટી પ્રમુખ નરેશ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, મહિપતસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, નકુમ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.