Accused absconding for 2 years arrested | 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: વલસાડમાં મૃત્યુ નિપજાવનાર અકસ્માત કેસનો આરોપી ઉમરગામથી પકડાયો – Valsad News

0
10

વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચે (એલસીબી) બે વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2022માં થયેલા ગંભીર અકસ્માતના કેસમાં આરોપી વિજય રામઆધાર બરન પાલ (25) ને ઉમરગામથી પકડવામાં આવ્યો છે.

.

વર્ષ 2022માં વલસાડમાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં IPC કલમ 279, 337, 338, 304(અ) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

વલસાડના પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ, LCBના PI ઉત્સવ બારોટની ટીમે કાર્યવાહી શરૂ કરી. ગુપ્ત માહિતીના આધારે ટીમે ઉમરગામની અરવિંદ યાદવની ચાલમાંથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને વલસાડ શહેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ આરોપી પાસેથી વધુ વિગતો મેળવવા તપાસ કરી રહી છે. આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસથી બચવા સતત સ્થળ બદલતો રહ્યો હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here