- છેલ્લા 2 દિવસથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે
- આજે સવારના 7થી 11 વાગ્યા સુધી આઠ ઈંચ વરસાદ નોંધાયો
- નદી વહેતી હોય તેવા દ્રશ્યો રસ્તાઓ પર જોવા મળ્યા મળી રહ્યાં છે
અબડાસા તાલુકાના ખીરસરા ગામની કંકાવટી નદીમાં સરહદ ડેરીની ગાડીનો આબાદ બચાવ થયો છે. જેમાં અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરા દ્વારા ગામના યુવાનોને લઈ બોલેરો ગાડી સાથે બે હજાર લીટર દૂધ તેમજ ડ્રાઈવરને ભારે જહેમતથી બહાર કાઢવામાં આવ્યો છે. આજે સવારના 7 કલાકથી 11 વાગ્યા સુધી 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 2 દિવસથી વરસાદ સારો એવો થઇ રહ્યો છે
છેલ્લા 2 દિવસથી મેઘમહેર સારા પ્રમાણમાં થઇ રહી છે. આ વખતે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે, વરસાદની પેટર્ન પણ બદલાઈ હોય એવું લાગી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઇ જતા લોકોને હાલાકી પડી રહી છે. અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. અબડાસાના નલિયા,વરાળિયા, તેરામા, કોઠારામાં ધોધમાર વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રોડ પર ભારે પાણી ભરાયા છે.
નદી વહેતી હોય તેવા દ્રશ્યો રસ્તાઓ પર જોવા મળ્યા છે
નદી વહેતી હોય તેવા દ્રશ્યો રસ્તાઓ પર જોવા મળ્યા છે. ગામની ગલીઓમાં જ્યાં જુવો ત્યાં પાણીજ પાણી દેખાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે અબડાસાના વિંઝાણ ગામની નદીના પ્રવાહમાં એક પીકઅપ ફસાઇ ગઇ હતી. નદીના ધસમસતા પ્રવાહમાં એક પીકઅપ ગાડી ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા ગાડી ફસાઈ હતી જેમાં મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી છે. કચ્છના વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો વરસી રહેલા વરસાદને કારણે ભચાઉ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ જેટલો વરસાદ ખાબક્યો છે. તેમજ પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે.
[ad_1]
Source link