- અબડાસાના રાયધણજર ગામે દીપડાના આંટાફેરા
- દીપડાના આંટાફેરાને લોકોએ મોબાઈલમાં કેદ કર્યા
- ગામ નજીક દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભય
અબડાસાના રાયધણજર ગામે દીપડાના આંટાફેરા શરૂ થયા છે. જેમાં દીપડાના આંટાફેરાને લોકોએ મોબાઈલમાં કેદ કર્યા છે. ત્યારે ગામ નજીક દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અબડાસાના રાયધણજર ગામે વન્યપ્રાણી દીપડો જોવા મળતા સ્થાનિકોને દિવસ અને રાત દરમ્યાન બહાર આવવામાં ડર લાગી રહ્યો છે.
દીપડાની મુમેન્ટને લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી
દીપડાની મુમેન્ટને લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી છે. જેમાં ગામ નજીક દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અવાર નવાર ગામ નજીકથી પસાર થાય છે આ દીપડો તેવું સ્થાનિક લોકોએ જણાવાયું હતુ. અગાઉ જામનગર શહેરમાં મોરકંડા રોડ પરની સોસાયટીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મોરકંડા રોડ પર સનસિટી સોસાયટી ભાગ-2 માં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા દીપડાને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
કાલાવાડા રોડ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ
અગાઉ રાજકોટ શહેરના કાલાવાડા રોડ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ છવાયો હતો. મોડી રાતે આરપીજી હોટલ નજીક દીપડો આવ્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. નોંધનીય છે કે, શહેરના યુનિવર્સિટી, રૈયા, મુંજકા, કણકોટ સહિત કેટલાક ગામડાઓમાં આંટાફેરા કરતો દીપડો ચારેક દિવસથી ગુમ થઈ ગયો હતો. દીપડો શહેરના કાલાવડ રોડ ઉપર મોટામૈવા ગામ પહેલા જડ્ડુસ ઓવરબ્રિજની બાજુમાં આવેલી આર.પી.જે. હોટલ નજીક દેખાયો હતો. આ દીપડો હોટલ નજીકથી રોડ ક્રોસ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થતા લોકોના ડરનો માહોલ છવાયો હતો.
[ad_1]
Source link