Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ, ગુજરાત વરસાદ : ગુજરાતમાં જૂન મહિનો શરૂ થઈ ગયો છે. 15 દિવસની અંદર રાજ્યમાં સત્તાવાર ચોમાસું પણ બેશી જશે. જોકે, ચોમાસું આવે એ પહેલા ત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ પછી રાજ્યના વાતવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે રાજ્યમાં બફારાથી લોકોને રાહત મળી રહી હતી. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
ચામાસા પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે તો દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઉતર્યું હતું. ગુજરાતમાં 32.3 ડિગ્રીથી લઈને 39.3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ ગરમી ઘટીને 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 38.3 | 28.0 |
ડીસા | 37.8 | 27.5 |
ગાંધીનગર | 38.0 | 27.5 |
વિદ્યાનગર | 37.8 | 27.2 |
વડોદરા | 36.4 | 28.0 |
સુરત | 34.0 | 28.8 |
વલસાડ | – | – |
દમણ | 34.4 | 27.2 |
ભૂજ | 36.4 | 28.4 |
નલિયા | 35.5 | 28.8 |
કંડલા પોર્ટ | 36.2 | 29.4 |
કંડલા એરપોર્ટ | 37.6 | 29.0 |
અમરેલી | – | – |
ભાવનગર | 38.4 | 28.0 |
દ્વારકા | 32.3 | 29.2 |
ઓખા | 34.2 | 29.6 |
પોરબંદર | 34.8 | 28.6 |
રાજકોટ | 38.3 | 26.8 |
વેરાવળ | 32.5 | 29.2 |
દીવ | 33.5 | 28.7 |
સુરેન્દ્રનગર | 39.3 | 28.6 |
મહુવા | 33.4 | 27.6 |
કેશોદ | 35.8 | 28.4 |
આ પણ વાંચોઃ- ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી
ચોમાસું ક્યારે આવશે?
દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.
આ પણ વાંચોઃ- ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી
હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે-ધીમે ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.
[ad_1]
Source link