ઢસા ગામે ભાવનગર રોડ પર પંપ પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે.
.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આજે બપોરના સમયે ભાવનગર રોડ પર ડિલક્ષ પંપ આવેલો છે.અહીં એક રીક્ષા ચાલક આવી રહ્યો હતો અને તે રીક્ષાને વળાંક વાળે છે તેવામાં પાછળથી આવી રહેલી એક કારે ધડાકાભેર રીક્ષા સાથે અથડાઈ હતી. જેથી રીક્ષા ચાલક રીક્ષામાંથી ફંગોળાઈને નીચે રોડ પર પટકાય છે. જેથી આસપાસના લોકો દોડી ગયા હતા અને સારવાર માટે ખસેડેલ. આ અકસ્માતમાં રીક્ષાચાલક અને કારચાલક બંનેને ઈજાઓ થઈ હતી. જે અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.