ગાંધીનગર: ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ના દ્વારા માહિતી આપવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
ક્યાં-ક્યાં ચૂંટણી?
-
જૂનાગઢ મહાનગરપાલિકા
-
68 નગરપાલિકા (2 નગરપાલિકાની મધ્યસત્ર)
-
3 તાલુકા પંચાયત
-
તાલુકા પંચાયતની 91 બેઠકની પેટા ચૂંટણી
-
જિલ્લા પંચાયતની 9 બેઠકની પેટા ચૂંટણી
-
નગરપાલિકાની 21 બેઠકની પેટા ચૂંટણી
-
મહાનગરપાલિકાની 3 બેઠકની પેટા ચૂંટણી
pdf
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર