જૂનાગઢ: આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. જેમાં અડદ અને મગફળી સાથે તુવેરના પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. જેના ખેડૂતોને સારો એવો ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 14 જણસીની આવક નોંધાઈ હતી. જેમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળ્યા હતા.
આજે યાર્ડમાં સૌથી વધુ મગફળી અને અડદની આવક થઈ
ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે. કારણ કે, ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ 2040 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 850 રૂપિયા અને સામાન્ય ભાવ 1600 રૂપિયા નોંધાયા છે. યાર્ડમાં આજે ખેડૂતોને અડદના સારા એવા ભાવ મળ્યા હતા. આજે 123 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1465 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 1300 રૂપિયા અને સામાન્ય ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો.
યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાતા આટલા ભાવ મળ્યા
તલનાં એક મણનાં 2400 રૂપિયા ભાવ રહ્યા હતા. તુવેરની 29 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ 1950 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 1550 રૂપિયા તથા સામાન્ય ભાવ 1700 રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
યાર્ડમાં સોયાબીનની આટલી આવક નોંધાઈ
જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. હાલ યાર્ડમાં સોયાબીનની આવક થઈ રહી છે. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનનાં 905 રૂપિયા ભાવ બોલાયો હતો. જ્યારે સામાન્ય ભાવ 840 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 700 રૂપિયા રહ્યો હતો. જ્યારે સોયાબીનની 1531 ક્વિન્ટલ આવક થઈ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર