Parth Patel, Ahmedabad: દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે પોતાના જીવનમાં સંઘર્ષ કરીને એક સફળ વ્યક્તિ બન્યા છે. કોઈ રમત-ગમતમાં તો કોઈ એક્ટિંગમાં, કોઈ સામાજિક કાર્યકર તરીકે તો કોઈ નેતા બનીને, તો કોઈ બીજાને હસાવીને નામના મેળવે છે. ત્યારે ઈન્ડિયાના પહેલા પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન સિધ્ધાર્થ ત્રિવેદી દ્વારા અમદાવાદમાં પહેલી વખત પેરા સ્ટેન્ડ અપ કોમેડી શો યોજાવા જઈ રહ્યો છે.
મહેંદી નવાઝ જંગ હોલમાં રાત્રે સિડ ઈઝ કિડિંગ શો યોજાશે
બહુ ઓછા લોકો હશે કે જે તેમના પરિચયથી વંચિત હશે. કારણ કે આપણે સૌએ તેમને અનેક શો માં કે રેડિયા જોકી પર સાંભળ્યા હશે. ત્યારે અમદાવાદમાં આવેલા પાલડી વિસ્તાર ખાતે મહેંદી નવાઝ જંગ હોલમાં રાત્રે 8.30 વાગ્યે સિડ ઈઝ કિડિંગ શો યોજાવા જઈ રહ્યો છે. જ્યાં તેઓ તેમની પીડાપૂર્ણ રમૂજી જર્ની વિશે તેમના પોતાની મીઠી, કટાક્ષ અને કડક શૈલીમાં વાતો રજૂ કરશે.
દિવ્યાંગ લોકોને પણ મનોરંજન પૂરું પાડવામાં આવશે
આ સિડ ઈઝ કિડિંગ શો માં જુદી જુદી જગ્યાએથી દિવ્યાંગ લોકો પણ ઉપસ્થિત રહેશે. જેમાં દિવ્યાંગ લોકોને હાસ્યથી ભરપૂર મનોરંજન પણ પૂરું પાડવામાં આવશે. સિધ્ધાર્થ ત્રિવેદી એ સોશિયલ મિડીયામાં સિડસાબ તરીકે નામના ધરાવે છે. તે ભારતનો પ્રથમ પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન તો છે પરંતુ સાથે પ્રોસ્થેટિક પણ છે.
આ પણ વાંચો:
દેશમાં સૌપ્રથમવાર ભોજપત્ર પર ગણેશજીના સુંદર ચિત્રોનું પ્રદર્શન; ભોજપત્રની આ છે ખાસ વાત
ખાસ વાત એ છે કે તેમનો આ શો સ્ત્રી-પુરુષ, ઉંમર, સંબંધની સ્થિતિ અથવા નોકરીની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના શાબ્દિક રીતે દરેક માટે છે. જેમાં દરેકના જીવન સાથે સંકળાયેલા સંબંધિત વિષયો હાસ્યથી ભરપૂર જોવા મળશે. પહેલાંથી જ સિધ્ધાર્થે પોતાના રમૂજ સ્વભાવથી અને સોશિયલ મિડીયાના માધ્યમથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. ઘણા લોકોના પ્રેરણા સ્ત્રોત પણ બની ગયા છે.
નાનપણથી સ્વપ્ન હતું પોલિસ બનીને દેશની સેવા કરવાનું
ઈન્ડિયાના પહેલા પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન સિધ્ધાર્થ ત્રિવેદી સાથે વાત કરતા જણાવ્યું કે નાનપણથી જ મારું એક સ્વપ્ન હતું કે પોલિસ બનીને દેશની સેવા કરવાનું. પરંતુ અકસ્માત બાદ મેં નક્કી કર્યુ કે હું ભગવાને આપેલી આવડતનો ઉપયોગ કરીને આગળ વધીશ. ખૂબ મહેનત કરી લોકોને હસાવતો અને મનોરંજન પૂરું પાડતો ગયો.
અત્યારે એ સમય આવી ગયો છું જ્યાં હું ડંકાની ચોટ પરથી કહી શકું છું કે કશું જ અશક્ય નથી. હું કરી શકું છું તો કોઈ પણ કરી શકે છે. ત્યારબાદ કોઈ પણ લોકો દિવ્યાંગને ક્યારેય સહાનુભુતિની નજરે ન જોવાનું નક્કી કર્યું. અને આજે હું ભારતનો પહેલો પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન છું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર