અમરેલી: મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાના-મોટા કામ કરીને ઘરમાં આર્થિક રીતે મદદ કરી રહી છે. મહિલાઓ ખેતી ઉપરાંત નાના પાયે બિઝનેસ પણ કરે છે અને સારી આવક મેળવે છે. અમરેલીના ભૂમિકાબેન મૌલિકભાઈ કોટડિયા નાના પાયે બિઝનેસ કરી રહ્યા છે. ભૂમિકાબેનના પતિની જમીન ધારી રોડ ઉપર આવેલી છે. અહીં મરચાની કાચરી તૈયાર કરીને વેચાણ કરે છે. સૌરાષ્ટ્રમાં પહેલી વાર ભરેલા મરચાની કાચરી મહિલાએ બનાવી છે.
અમરેલીના ભૂમિકા મૌલિકભાઈ કોટડિયાએ એમ.એ.બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. ધારી રોડ ઉપર પોતાના ફાર્મ છે. અહીં ત્રણ ગીર ગાય રાખી છે. સાથે જ મરચાની કાચરી બનાવીને વેચાણ કરી વ્યવસાયની શરૂઆત કરી છે. ભૂમિકાબેને જણાવ્યું હતું કે, ‘‘હાલના સમયમાં નોકરી મેળવવી અઘરી છે. પોતાના લગ્ન થયા બાદ પતિ સાથે રહીને ઉદ્યોગ કરી રહ્યા છે. આ ઉદ્યોગને વિકસાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. પોતાના પતિ સાથે ખભે ખભો મિલાવી કામ કરી રહ્યા છે.’’
ભૂમિકાબેને જણાવ્યું હતું કે, ભરેલા મરચાની કાચરી બનાવે છે. આપણે સામાન્ય રીતે ભરેલા મરચાનું અથાણું જોયું છે અને ખાધું છે, પરંતુ મહિલાએ મરચાની કચરી બનાવી છે. મરચામાં ખાસ સિક્રેટ મસાલો તૈયાર કરીને મરચા ભરવામાં આવે છે અને ત્યારબાદ મરચાને સૂકવવામાં આવે છે. પછી મરચાની કાચરી તૈયાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની કાચરી કોઈ બનાવતું નથી. આ કાચરી બનાવવા માટે મહેનત વધુ થાય છે.
આ પણ વાંચો:
સારા વરસાદથી ખેડૂતોને થયો ફાયદો, શિયાળું વાવેતરમાં થયો વધારો
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પાસેથી મરચાની ખરીદી કરવામાં આવે છે. ખરાબ થયેલા મરચાને કાઢી નાખવામાં આવે છે, જ્યારે સારા મરચાને લઈને કાચરી તૈયાર કરવામાં આવે છે. આ કચરીનો એક કિલોનો ભાવ 1,000 રૂપિયા છે અને ત્યારબાદ જૂનું અમદાવાદ, સુરત, ભરૂચ, મુંબઈ સહિતના વિસ્તારમાં કચરીનું વેચાણ કરવામાં આવે છે. એક કિલો કચરી બનાવવા પાછળ 600 થી 700 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે 1 કિલો કાચરીમાંથી અંદાજિત 300 રૂપિયાનો નફો મળે છે. એક મહિને અંદાજિત 10 થી 12 હજાર રૂપિયાનું વેચાણ થાય છે અને સારી આવક મળી રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર