Parth Patel, Ahmedabad: અમદાવાદની હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી (Hutheesing Visual Art Gallery) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમના આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. આ પ્રદર્શન (Exhibition) ગેલેરીમાં દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો (Artists) દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે.
હઠીસિંગવિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન
ગુજરાત વિઝ્યુઅલ મહિલા આર્ટિસ્ટ એસોસિએશન (GVWAA) દ્વારા આયોજિત ગણેશ ઉત્સવની ઉજવણી રૂપે મહિલા કલાકાર દ્વારા ભગવાન ગણેશજીના (Ganesha) સુંદર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિલા એક્ઝિબિશનમાં (Woman Exhibition) 35 બહેનો અને 70 ગણેશજીના વિવિધ સ્વરૂપોના ચિત્રોને વિવિધ માધ્યમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
1. ચૌલા સંઘવી
કેરીના ઝાડના બ્લોક પર મંડલા આર્ટ અને ગણપતિજીનું ફ્યુઝન બનાવ્યું છે. તથા અન્યમાં મંડલા આર્ટ સાથે અષ્ટ વિનાયકના સ્વરૂપો દર્શાવ્યા છે.
2. ફ્રેનાલી પટેલ
તેમના બંને ચિત્રોમાં શંકર ભગવાનના સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. જેમાં રૌદ્ર સ્વરૂપમાં ગણપતિજી આપણને ધીરજ અને શાંતિ જાળવવાનું જણાવે છે. જ્યારે સૌમ્ય સ્વરૂપમાં કમળ એ શાંતિનું સ્વરૂપ છે.
3. અમિતા શેઠ
તેમણે તેમના પિતા પાસેથી પ્રેરણા લઈને તથા તેમને યાદ કરીને ડ્રોઈંગ પેપર પર વોટર કલરનો ઉપયોગ કરીને ગણપતિ બનાવ્યા છે.
4. બિનલ ગાંધી
તેમણે તેમના ચિત્રમાં મંડાલા વર્ક કરીને ગણપતિજીને આસન પર બેસાડેલા બનાવ્યા છે. જ્યારે બીજા ચિત્રમાં ટ્રી લાઈફમાં નેચરને બતાવ્યા છે. સાથે વૃક્ષ પર પક્ષીઓ, પતંગિયા સાથે ડાન્સ કરતા ગણપતિ જોવા મળે છે.
5. પ્રજ્ઞેશા જાદવ
તેમણે કેનવાસ પર સ્ટ્રો, હેન્ડવર્ક અને વુડનનો ઉપયોગ કરીને ગણપતિજી બનાવ્યા છે. જ્યારે બીજામાં કલરફૂલ થ્રેડ સાથે મોતી લગાડી અનોખી ઈમેજ ઊભી કરી છે.
6. પ્રગતિ દેસાઈ
તેમણે ટેક્સચર દ્વારા શિવલિંગ અને ગણપતિજીને જોડીને ગણપતિજીની જટામાંથી ગંગા અને શિવલિંગ પર સર્પ બતાવ્યા છે. જ્યારે અન્ય ચિત્રમાં બિલીપત્ર દ્વારા ગણપતિજીનું આગમન દર્શાવ્યું છે.
આ પણ વાંચો:
મહિલા કલાકારોએ દોરેલા ગણેશજીના અદ્ભુત ચિત્રો રજૂ કરાયા; આ છે ચિત્રોની ખાસિયત
મહિલામાં રહેલી સુષુપ્ત રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને જાગૃત કરવાનો હેતુ
ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનના કન્વિનર નયનાબેન મેવાડા સાથે વાત કરતા જણાવે છે કે આ પ્રદર્શનનો હેતુ મહિલાઓને આગળ વધવા તથા તેમનો વિકાસ કરવા તેમનામાં રહેલી સુષુપ્ત રચનાત્મક (Constructive) અને સર્જનાત્મક (Creative) શક્તિને બહાર લાવી એક અલગ જ દિશામાં એક નવો રાહ બતાવવાનો એક માત્ર પ્રયત્ન છે.
સરનામું : એલ&પી હુતીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટીની સામે, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરીનો (Exhibition Gallery) સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર