કચ્છ: આપણા ધર્મમાં અશ્વિન માસ એટલે કે, તહેવારો અને મહોત્સવનો માસ છે. જેમાં ભાદરવા માસમાં પિતૃ પૂજન, શ્રાદ્ધ પછીનો મહિમા ત્યારબાદ માં જગત જનની, મા અંબાની આરાધના કરી છેલ્લા દિવસોમાં માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દિવાળી એ પાંચ દિવસનું પર્વ છે. જેમાં ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ સામેલ છે. આ પાંચેય દિવસને પંચોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાંથી આજે આપણે જાણીશું ધનતેરસનું મહત્વ…
આરાધના અને પૂજાનો આ દિવસ
વર્ષ 2024માં ધનતેરસ 29 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. ધનતેરસના દિવસને ધનત્રયોદશી પણ કહેવામાં આવે છે. જેના પાછળ રોચક કથા પણ જોડાયેલી છે. કથાકાર વિજયભાઈ વ્યાસ જણાવે છે કે, આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જેમાં તેમની આરાધના અને પૂજાનો આ દિવસ છે.
ધનતેરસ સાથે જોડાયેલી કથા
આ દિવસ સાથે સમુદ્ર મંથનની કથા પણ જોડાયેલી છે. દેવો અને દાનવોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું હતું. તેમાં જે અલગ અલગ પ્રકારના રત્નો નીકળ્યા હતા. આ સમુદ્ર મંથનની જે મૂળ આવશ્યકતા અમૃત ઉત્પન્ન કરવાની હતી. છેલ્લે સ્વયં ભગવાન ધન્વંતરી અમૃત કળશ પોતાના ખભે લઈ પધારે છે. જેમને ભગવાન વિષ્ણુનું એક અવતાર પણ માનવામાં આવે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
ધનતેરસે આ વસ્તુઓની ખરીદીનું મહત્વ
ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને ગણપતિ બાપાની પૂજાની સાથે સોના-ચાંદીના આભૂષણની ખરીદી શકાય છે. આ સાથે નવું વાહન ખરીદવું પણ આ દિવસે શુભ મનાય છે. જેની સાથે નવા મકાનનું વાસ્તુ કે ગૃહ પ્રવેશ પણ કરી શકાય છે. જે માટે ધનતેરસનો દિવસ શુભ છે. ધન પ્રાપ્તિ માટે શ્રી સુક્તમ અને વિધિ વિધાનથી પાઠ કરવામાં આવે છે. શ્રી સુક્તમની વિધિ એ વૈદિક સ્તુતિ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર