‘અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી ઘટનાને 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા ચૂપ’ ધાનાણીએ લખ્યો પત્ર | Amreli letter controversy Congress leader Paresh Dhanani wrote letter to MLA MP In Gujarat

HomeAmreli'અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી ઘટનાને 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા ચૂપ' ધાનાણીએ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Amreli letter controversy : અમરેલી લેટરકાંડને લઈને પાટીદાર દીકરીનું સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો. આ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરીને પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવાનાને લઈને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય, અમરેલીના સાંસદ, લાઠી-બાબરાના ધારાસભ્ય અને ધારી-ખાંભાના ધારાસભ્યને પત્ર લખ્યાં છે. 

અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરતાં રહીને પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માગ કરી રહ્યાં છે. જ્યારે ધાનાણીએ વધુ એક પોસ્ટ શેર કરી છે. 

પરેશ ધાનાણીએ પોસ્ટમાં શું લખ્યું?

પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલીના સાંસદ ભરત સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા અને ધારી-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાને પત્ર લખવાની સાથે પોસ્ટ કરીને લખ્યું કે, ‘ખોવાયા છે, જડે ઈ જાણ કરજો. અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20-20 દિવસ થયા છતાં ચૂંટાયેલા બધા જ ચૂપ છે. અરે ચપટી વગાડનારા તો ખાલી ચૂપ જ નહી પણ સદંતર ગુમ છે? દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!’

આ પણ વાંચો: સુરતમાં ધો-10ની વિદ્યાર્થીની તરુણ પ્રેમી થકી ગર્ભવતી બની, બાથરૂમમાં જ થઈ કસુવાવડ

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. આ પછી પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા મામલો વક્યો હતો. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon