કચ્છ: ખોરાકનો અસલી સ્વાદ તેની રેસીપીમાં નહીં પણ બનાવનારના હાથમાં હોય છે. કચ્છની દાબેલી પણ આવી જ એક ફુડ આઈટમ છે. કચ્છમાં દાબેલી ખાવા માટે રીતસરની પડાપડી થાય છે. કચ્છી દાબેલી વગર ચટપટી વાનગીની વાત પૂરી થઈ શકતી નથી. દાબેલીનું નામ સાંભળીને દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી કે ગુજરાતી, દરેકના મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે આજે અમે ગાંધીધામની જાણીતી દાબેલી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
કચ્છની પ્રખ્યાત બિનહરીફ દાબેલી
કચ્છને યાદ કરીએ તો તમને કચ્છી દાબેલીની જ યાદ આવશે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં પ્રખ્યાત બિનહરીફ દાબેલી આવી છે. 1980માં ગાંધીધામ શહેરમાં દાબેલીનો ધંધો શરૂ કરનારા હિતેશભાઈ મૂળજીભાઈ ઠક્કરે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં દાબેલીનો ખૂબ જ ક્રેઝ હતો. જેથી મેં 1980માં ગાંધીધામમાં આવીને દાબેલીનો ધંધો શરૂ કર્યો હતો. હું છેલ્લા 44 વર્ષથી ગાંધીધામના લોકોને બિનહરીફ દાબેલી ખવડાવી રહ્યો છું. જેનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે. કચ્છમાં અમારી 11 શાખા છે. અમારે ત્યાં હાઈજીનનું ધ્યાન રાખવામાં આવે છે તથા જૈન દાબેલી પણ મળી રહે છે.
**
**
કચ્છી દાબેલીનો સ્વાદિષ્ટ મસાલો
કચ્છી દાબેલીના સ્વાદમાં થોડી મીઠાશ રહેલી હોય છે. કચ્છી દાબેલીના પાઉમાં જે મસાલો ભરવામાં તેની ખાસ વિશેષતા આવે છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી અંગે હિતેશભાઈએ જણાવ્યું કે, દાબેલીના મસાલામાં બટાકા, ઉપરાંત નાખવામાં આવતી સ્વાદમાં વધારો કરે છે. ચટણીમાં આંબલી, ખજૂર, લસણ અને લાલ મરચા સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. ખજૂર અને આંબલીની ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. બાદમાં દાબેલીમાં સીંગ ઉમેરવામાં આવે છે, જેનાથી તે ક્રન્ચી લાગે છે. જેનો સ્વાદ પણ અનેરો હોય છે.
_
_
કચ્છી દાબેલીનો દબદબો યથાવત
કચ્છી દાબેલી હવે દરેક શહેરમાં મળી જાય છે. અનેક જગ્યાએ દાબેલી વેચતા વેપારીઓની લારીઓ જોવા મળતી હોય છે. પરંતુ કચ્છની દાબેલીમાં જે સ્વાદ લોકોને મળે છે તે અન્ય જગ્યાએ નથી મળતો. કચ્છ ફરવા આવતા લોકો કચ્છી દાબેલીની મોજ તો માણે જ છે. પણ દાબેલીનો મસાલો પણ પાર્સલ કરીને ઘરે દાબેલી બનાવવા માટે લઈ જતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર